ઝી ન્યૂઝ/બ્યુરો: રાજ્યમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધનો મુદ્દો જબરદસ્ત ગરમાયો છે. આજકાલ લોકોના મોઢે નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર સોશિયલ મીડિયા પર ઘોડાપૂર ઉમટ્યું છે. અહીં લોકોના અલગ અલગ રિએક્શન જોવા મળી રહ્યા છે. અમુક લોકોએ તો રીતસર કવિતા રચીને સરકારને સવાલો પૂછ્યા છે.  આ મુદ્દે અમુક લોકોએ પાલિકાના પક્ષમાં નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ત્યારે અમુક લોકો કહી રહ્યા છે કે હવે અમારે શું ખાવું અને શું પીવું તે પણ સરકાર નક્કી કરશે? તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક રમૂજી કોમેન્ટો જોવા મળી રહી છે. લોકો અલગ અલગ મીમ્સ બનાવીને પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જેના કારણે લોકોની કોમેન્ટ નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં પર વિચારવા મજબૂર કરી દે તેવો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ એક પછી એક પાલિકાઓ ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે. જેથી આ મુદ્દો પેચીદો બનતો જઈ રહ્યો છે. જેના કારણે સોશિયલ મીડિયામાં લોકોએ આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.


ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા અંગે લોકોએ સોશિયલ મીડિયા પર આપેલી પ્રતિક્રિયા..


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube