અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદના કાશવી ગામ ખાતે લગ્નમાં દીકરીને પિતાએ દહેજમાં અનોખી ભેટ આપી છે. આમ તો સામાન્ય રીતે દહેજમાં લોકો સોના-ચાંદીના ઘરેણા તેમજ અનેક ચીજવસ્તુઓ આપતા હોય છે. પરંતુ કાસવી ગામમાં પિતાએ દીકરીના લગ્ન પ્રસંગે ગાય આપી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે ગીર ગાય અને ત્રણ કાંકરેજી ગાયો ભેટમાં આપી
સામાન્ય રીતે આપણે આજે જોઈએ છીએ કે લોકો લગ્ન પ્રસંગે મોટા ખર્ચાઓ કરતા હોય છે પોતાના સમાજમાં પોતાનું નામ રહે તે માટે દરેક લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન પ્રસંગે મોટા મોટા ખર્ચા કરતા હોય છે બીજી તરફ દીકરીના લગ્ન પ્રસંગે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મોટાભાગે દીકરીને લગ્ન પ્રસંગે સોના ચાંદીના આભૂષણો આપવામાં આવતા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદમાં આવેલા કાશવી ગામમાં રહેતા બારોટ રાવ પરિવારે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે માંડવે પાંચ ગાયો દીકરીને ભેટમાં આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં બે ગીર ગાય અને ત્રણ કાંકરેજી ગાયો ભેટમાં આપી છે.



ગાય પ્રત્યેની લાગણી ભૂલી રહ્યો છે સમાજ
ખાસ કરીને દીકરીના લગ્ન પ્રસંગે ગાયો ભેટમાં આપવા પાછળ દીકરીના પિતાનું કહેવું છે કે દિવસે ને દિવસે લોકો જે ગાય પ્રત્યેની લાગણી ભૂલી રહ્યા છે તે ફરી એકવાર ઉજાગર થાય અને લોકો ગાય વિશે જાણતા થાય તેનું મહત્વ શું છે તે જાણતા થાય તે માટે પિતાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે પાંચ ગાયોનું દાન કર્યું છે. 


ગાયોનું દાન કરતા લોકોએ પણ આ કાર્યને વખાણ્યું!
હિન્દુ શાસ્ત્રોમાં ગાયને વર્ષોથી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ આજે દિવસેને દિવસે જે પ્રમાણે ગાયનું મહત્વ ઘટી રહ્યું છે તેના કારણે બારોટ પરિવારે પોતાની દીકરીને પાંચ ગાયો ભેટ આપીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે દીકરીને ગાયોનું દાન આપી પિતાએ લોકોને પણ અપીલ કરી હતી કે લગ્ન પ્રસંગે દીકરીને કરિયાવરમાં બીજું કઈ આપો કે ના આપો પરંતુ એક ગાયનું દાન અવશ્ય કરજો, કારણ કે હિન્દુ ધર્મમાં ગાયનું દાન એ મહાદાન માનવામાં આવે છે ત્યારે બારોટ પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે ગાયોનું દાન કરતા લોકોએ પણ તેમના આ કાર્યને વખાણ્ય હતા. 


સર્વ સમાજના લોકોએ પિતાના ગાયના દાનને બિરદાવી
લગ્નમાં પિતાએ પોતાની દીકરી પહેલા ગાયોની વિદાય કરી હતી. ગાયોને વિદાય કરે તે પહેલા ગાયોની આરતી કરી હતી અને તિલક કરી ગોળ ખવડાવી અને ગાયોને વિદાય આપી હતી. ત્યારબાદ દીકરીને વિદાય આપી હતી જ્યારે આ પ્રસંગે ગામમાં આવેલ સેણલ ગૌશાળામાં રાજસ્થાન જાલોર જિલ્લાના ભાજપના અધ્યક્ષ શ્રવણસિંહ રાવ તરફથી ગૌશાળામાં 1,11,000 નું દાન કરવામાં આવ્યું હતું. જ્યારે આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેલા સર્વ સમાજના લોકોએ પિતાના ગાયના દાનને બિરદાવી હતી