નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ગઈકાલે સવારથી જ આકાશમાં વાદળો છવાયા હતા જ્યારે બપોર બાદ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં 42-43 ડિગ્રી તાપમાન પહોંચી જતા ભાવનગરવાસીઓ ગરમીથી પીડાઈ રહ્યા હતા. તેવામાં અચાનક વરસાદ થતા લોકોને થોડી રાહત મળી હતી, જ્યારે આજે પણ ફરી આખો દિવસ અકળાવનારી ગરમી લોકોએ સહન કરી હતી અને બપોર બાદ સમીસાંજે ફરી વરસાદ વરસી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હસતાં હસતાં સંભળાવ્યું! વિરમગામમાં પાટીલ એવું શું બોલ્યા કે હાર્દિકને પરસેવો વળ્યો!


આજે ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદનું આગમન થયું હતું. હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર શહેર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગઈકાલે સાંજે પણ વરસાદ વરસી ગયો હતો, ત્યારે આજે ફરી બપોર બાદ પ્રથમ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું અને બાદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો.


આ વર્ષે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું?અંબાલાલ પટેલની આ આગાહીથી વધી ગઈ ખેડૂતોની ચિંતા


થોડીવારમાં આશરે એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસી જતા નોકરી ધંધા પર થી ઘર તરફ જઈ રહેલા લોકો વરસાદથી ભીંજાયા હતા, સાથે ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, તો અનેક જગ્યા પર ટ્રાફિકજામનાં દૃશ્યો પણ જોવા મળ્યા હતા. 


અમેરિકા જતા ગુજરાતીઓની મદદે હવે વિશ્વ ઉમિયાધામ! રહેવા, જમવા અને જોબની આપશે સુવિધા