હસતાં હસતાં સંભળાવી દીધું! વિરમગામમાં પાટીલ અને CM એવું તો શું બોલ્યા કે હાર્દિકને પરસેવો વળી ગયો

હાર્દિકને સમયનો લાભ લેતાં પણ આવડે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: પાટિલના ટોણા બાદ હાર્દિકના હાવભાવ પણ બદલાઈ ગયા, હાર્દિકે ફરજિયાત લોકોની સેવામાં જોડાઈ જવું પડશે, મને હનુમાનજી આપ્યા પણ હવે એ હનુમાનજીની જેમ કૂદકા નહી મારે એટલું નક્કી.

હસતાં હસતાં સંભળાવી દીધું! વિરમગામમાં પાટીલ અને CM એવું તો શું બોલ્યા કે હાર્દિકને પરસેવો વળી ગયો

ઝી બ્યુરો/અમદાવાદ: પાટીદાર આંદોલનનો ચહેરો પરંતુ હાલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને હાલ ઓળખની કોઈ જરૂર નથી. લોકસભાની ચૂંટણી પહેલા હવે ભાજપના દરેક ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં કામે લાગી ગયા છે, ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયનું વિરમગામમાં ઉદઘાટન હતું. 

આ પ્રસંગે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ હાજર રહ્યા હતા. કાર્યાલયના ઉદ્દઘાટન સમારોહમાં પાટીલે ટૂંકું ભાષણ કર્યું હતું. પરંતુ હસતાં હસતાં હાર્દિક પટેલને ઘણું બધું સંભળાવી દીધું હતું. જેના કારણે સ્ટેજ પર જ હાર્દિકને પરસેવો વળી ગયો હતો.

 

No description available.

મહત્વનું છે કે, પાટીદાર અનામત બાદ હાર્દિક પટેલ પહેલાં કોંગ્રેસમાં અને પછી ભાજપમાં જોડાયો હતો અને વિરમગામથી જીત્યો હતો. પરંતુ વિરમગામમાં આજે હાર્દિક પટેલના કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલે એવો ટોણો માર્યો હતો કે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિક પટેલે સીઆર પાટિલને હનુમાનજીની એક મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી, ત્યારબાદ પાટિલે હાર્દિકને ટોણો મારતાં જણાવ્યું હતું કે, હાર્દિકે ફરજિયાત લોકોની સેવામાં જોડાઈ જવું પડશે, મને હનુમાનજી આપ્યા પણ હવે એ હનુમાનજીની જેમ કૂદકા નહી મારે એટલું નક્કી. એક સમયે સીઆર પાટિલના આ નિવેદનને લઈ સભામાં હાસ્યની છોળો ઊડી હતી તો બીજી તરફ મંચ ઉપર બેઠેલા હાર્દિકને પરસેવો વળી ગયો હતો અને પરેસવો લૂછવા લાગ્યો હતો. 

સીઆર પાટિલે હાર્દિકને મારેલા ટોણામાં એ સંકેત સ્પષ્ટ દેખાતો હતો કે, હાર્દિક પટેલ હવે કૂદકા મારવાનું બંધ કરશે અને લોકોની સેવા કરશે. આ ટોણા બાદ મંચ ઉપર બેઠેલા હાર્દિક પટેલના ચહેરાના રંગ પણ બદલાઈ ગયા હતા અને કપડા વડે પરસેવો લૂછવા લાગી ગયા હતા. બાદમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું હતું કે, હાર્દિકને સમયનો લાભ લેતાં આવડે છે. કાર્યાલયના ઉદઘાટનમાં પાટિલ ટૂંકું પ્રવચન કરીને રવાના થઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news