શાનદાર વિદાય સાથે નિવૃત્ત થયા સંજય શ્રીવાસ્તવ, ડ્યુટીના દિવસોને યાદ કરીને બોલ્યા કે...
IPS Sanjay Srivastava retired : અમદાવાદ CP શ્રીવાસ્તવ થયા નિવૃત, વિદાય વખતે બોલ્યા- એવો સમય હતો કે, ચોકીમાં એક પલંગ હતો જેમાં વારા ફરતીવારા બધા ઉંઘતા
Ahmedabad News : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આજે વય નિવૃત્ત થયા છે. ત્યારે તેમના માટે એક શાનદાર વિદાય સમારોહ આયોજિત કરાયો હતો. શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવેલ પરેડનું આયોજન કરાયુ હતું. જેમાં અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા સંજય શ્રીવાસ્તવને સન્માન અપાયું હતું. તેમના પર ફૂલોનો વરસાદ કરાયો હતો.
આ પ્રસંગે સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, પહેલી વખત આવું આયોજન કરવામાં આવ્યું તેમનો આભારી રહીશ. હું એન્જિનિયર હતો અને પોલીસ ગ્રાઉન્ડથી પોલીસમેન બનેલો માટે ગ્રાઉન્ડ મારા માટે પાવનભૂમિ છે. હું પોલીસ યુનિફોર્મથી સિવિલ ડ્રેસમાં આવી જઇશ. પહેલાનું પોલીસિંગ અલગ હતું હવે સ્થિતિ બદલાઈ છે. રમખાણોના સમયમાં ઘર હોવા છતાં ઘરે નોહતા જઈ શકતા, રેન્ક ભૂલીને સાથે કામ કરતા હતા. 2002 પછી તમામ વર્ગોને ખ્યાલ આવી ગયો છે કે રમખાણોથી પરિવારોને નુકસાન જ થાય છે. હવેના પોલીસકર્મીઓને આ અનુભવ નહિ થાય અમે પણ નવી જનરેશન અને સમાજ પ્રમાણે બદલાયા છીએ, હવે ચેલેન્જ અલગ છે. પોલીસ ફોર્સ નહિ અને સેવા માટેની સંસ્થા હોવાનું માની પ્રજાને સમજવી જોઈએ.
વડોદરાના વિદ્યાર્થીની બેંગલોરની યુનિ,માં હત્યા, કોલેજની પાર્ટીમાં રહેંસી નંખાયો
તેમણે પોતાની કામગીરીના દિવસોને યાદ કરતા કહ્યુ કે, લોકો સાથે સારો વ્યવહાર કરવો એ અકાદમીએ શીખવ્યું છે. હું અમદાવાદ આવ્યો ત્યારે ખૂબ જ રમખાણો થતાં હતા. અમદાવાદમાં જ મારું ઘર હોવા છતાં હું ઘરે જઈ શકતો ન હતો. એક ચોકીમાં એક પલંગ હતો, જેમાં વારા ફરતીવારા બધા ઉંઘતા હતા. વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમ એક મોટો ચેલેન્જ છે. સાયબર ક્રાઈમ એક મોટી તકલીફ છે જે ભવિષ્યમાં પણ મુશ્કેલી સર્જશે. આ સાથે જ ટ્રાફિક પણ એક મોટો પડકાર છે. એક ઘરમાં 2/3 ગાડીઓ થઈ ગઈ છે, જેના લીધે પણ ટ્રાફિકની સમસ્યા વધી છે. આ બાબતે પણ પોલીસ ખરેખર મહેનત કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સંયુક્ત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા IPS પ્રેમવીરસિંહને અમદાવાદ ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપાયો છે. સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં પ્રેમવીરસિંહ અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર બન્યા છે.
વાદળો કેવી રીતે પાણી ભરે, માછીમારોને બોટમાંથી દેખાયો કુદરતો જાદુ, વિશ્વાસ ન થયો