પાણી ઘટ્યું પ્રાણી વધ્યા: ગુજરાત વન્યપ્રાણીઓ માટેનું સ્વર્ગ, આંકડા ખુબ સકારાત્મક
સાબરકાંઠા જીલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં રીંછ -દીપડા સહીત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા ૨૦૧૬ની સરખામણીએ વધી છે. ત્યારે કેવી રીતે થાય છે ગણતરી અને કેટલા ક્યાં વન્ય પ્રાણીઓમાં વધારો થયો તેના આંકડા રસપ્રદ છે. સાબરકાંઠા જીલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, જરખ, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. જયારે ગત સાલે કોરોનાને લઈને ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. બાદમાં ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ હતી.
હિંમતનગર : સાબરકાંઠા જીલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં રીંછ -દીપડા સહીત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા ૨૦૧૬ની સરખામણીએ વધી છે. ત્યારે કેવી રીતે થાય છે ગણતરી અને કેટલા ક્યાં વન્ય પ્રાણીઓમાં વધારો થયો તેના આંકડા રસપ્રદ છે. સાબરકાંઠા જીલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, જરખ, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. જયારે ગત સાલે કોરોનાને લઈને ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. બાદમાં ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરાઈ હતી.
પાડાના વાંકે પખાલીને ડામ, પોલીસ સાથે માથાકુટ થતા સિક્યુરિટી જવાને બેંક કર્મચારીને ગોળી મારી
૨૦૧૬ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૧૮ રીંછ, ૧૦ દીપડા સહીત અન્ય ૩૮૫ વન્ય પ્રાણીઓ નોધાયા હતા. બાદમાં ચાલુ સાલે હાથ ધરાયેલ ગણતરીમાં ૩૦ રીંછ, ૨૬ દીપડા સહીત ૭૧૪ અન્ય વન્ય પ્રાણીઓ નોંધાયા હતા. એટલે કે ૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા. જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે.ચાલુ સાલે નોધાયેલ આકડા પ્રમાણે ૨૯૫ જેટલા વન્ય પ્રાણીઓનો વધારો થયો છે.
સિદ્ધૂ મુસેવાલા હત્યાકાંડમાં સ્પે. સેલનું અંડરકવર ઓપરેશન, મુંદ્રાથી પ્રિયવત ફૌજીની ધરપકડ
એક તરફ જીલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વખતો વખત ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે તો બીજી તરફ ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરીમાં અલગ અલગ તાલુકાઓના આવેલા જંગલ વિસ્તારોમાં પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી. જીલ્લાના જંગલ વિસ્તારમાં ૧૩૬ પોઈન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ૧૪૧ ફોરેસ્ટ અધિકારીઓ સહીત કર્મચારીઓ અને ૧૫૦ થી વધુ રોજમદારો ધ્વારા અલગ-અલગ પોઈન્ટ પર ત્રણ દિવસ ટીમ સાથે પર હાજર રહી ગણતરીમાં જોતરાયા હતા. પીવાના પાણીના સ્ત્રોત પાસે માંચડા અને અવાવરું જગ્યાએથી નિરીક્ષણ કરી પગલાની નિશાની, અવાજ, મળ અને નરી આંખે જોયેલ વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવતી હતી. બાદમાં અલગ અલગ પોઈન્ટની વિગતો મુખ્ય કચેરીએ મોકલ્યા બાદ વન્ય પ્રાણીઓની સંખ્યા નક્કી કરવામાં આવી હતી.
મેવાણીનો વેધક સવાલ "પાટીલ નથી મંત્રી કે નથી મુખ્યમંત્રી તો સરકારી બાબતમાં હસ્તક્ષેપ કેમ?
એક તરફ જંગલ વિસ્તારને અડીને ખેતીલાયક ખેતરો પણ આવેલા છે. બીજી તરફ ગણતરીમાં વન્ય પ્રાણીઓની સંખ્યા વધી છે, ત્યારે એક ડરનો વધારો પણ થયો છે. અગાઉ અનેક વાર ગ્રામ્ય પંથકની સીમમાં દીપડા અને રીંછએ દેખા દીધેલ છે. ત્યારથી પંથકમાં એક ડર સતાવી રહ્યો હતો. બાદમાં હવે આ સંખ્યમાં વધારો થતા સ્થાનિકોને ડરમાં એટલો જ વધારો થયો છે.
જાણો આગામી 5 દિવસને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી, કેવું રહેશે વાતાવરણ
ક્યાં તાલુકામાં કેટલો વધારો...
* હિમતનગર ૭ દીપડા ૧૩૫ અન્ય પ્રાણીઓ ૧૪૨ કુલ વન્યપ્રાણીઓ
* વડાલી ૨ દીપડા ૪૬ અન્ય પ્રાણીઓ ૪૮ કુલ વન્યપ્રાણીઓ
* ઇડર ૧૦ દીપડા ૭૯ અન્ય પ્રાણીઓ ૮૯ કુલ વન્યપ્રાણીઓ
* ખેડબ્રહ્મા ૧ દીપડો ૯૮ અન્ય પ્રાણીઓ ૯૯ કુલ વન્યપ્રાણીઓ
* વિજયનગર ૨૮ રીંછ ૬ દીપડા ૨૨૪ અન્ય પ્રાણીઓ ૨૫૮ કુલ વન્યપ્રાણીઓ
* પોશીના ૨ રીંછ ૫૫ અન્ય પ્રાણીઓ ૫૭ કુલ વન્યપ્રાણીઓ
* તલોદ ૬ અન્ય પ્રાણીઓ ૬ કુલ વન્યપ્રાણીઓ
* પ્રાંતિજ ૧૫ અન્ય પ્રાણીઓ ૧૫ કુલ વન્યપ્રાણીઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube