ગુજરાત કોરોના સાથે અનેક બાબતે સ્વનિર્ભર, વેન્ટિલેટર, પીપીઇ કીટ સહિતનાં સાધનો જાતે જ બને છે
કોરોના માહામારી સાથેની લડતમાં ગુજરાત આજે દેશમાં ખુબ જ અગ્રેસર રહ્યું છે, કારણ કે કોરોનાને લગતા મોટાભાગના સાધનો બાબતે ગુજરાત સ્વનિર્ભર છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના દર્દીની સારવાર માટે સૌથી મહત્વનું સાધન વેન્ટિલેટર છે. ગુજરાતની જ એક કંપની રોજનાં 100 વેન્ટિલેટરનું ઉત્પાદન કરી રહ્યું છે. ગુજરાતને 10 જ દિવસમાં 1000 વેન્ટિલેટર પુરા પાડવાની છે. બીજી તરફ એન 95 માસ્ક કોરોના વાયરસને અટકાવવા માટે સૌથી ઉપયોગી છે. રાજ્યની બે કંપનીઓ પીપીઇ (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ) કીટનું પણ નિર્માણ ચાલી રહ્યું છે. આમ કોરોનાને અટકાવવા માતે ગુજરાત અનેક બાબતોમાં સ્વનિર્ભર બન્યું છે.
અમદાવાદ : કોરોના માહામારી સાથેની લડતમાં ગુજરાત આજે દેશમાં ખુબ જ અગ્રેસર રહ્યું છે, કારણ કે કોરોનાને લગતા મોટાભાગના સાધનો બાબતે ગુજરાત સ્વનિર્ભર છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના દર્દીની સારવાર માટે સૌથી મહત્વનું સાધન વેન્ટિલેટર છે. ગુજરાતની જ એક કંપની રોજનાં 100 વેન્ટિલેટરનું ઉત્પાદન કરી રહ્યું છે. ગુજરાતને 10 જ દિવસમાં 1000 વેન્ટિલેટર પુરા પાડવાની છે. બીજી તરફ એન 95 માસ્ક કોરોના વાયરસને અટકાવવા માટે સૌથી ઉપયોગી છે. રાજ્યની બે કંપનીઓ પીપીઇ (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ) કીટનું પણ નિર્માણ ચાલી રહ્યું છે. આમ કોરોનાને અટકાવવા માતે ગુજરાત અનેક બાબતોમાં સ્વનિર્ભર બન્યું છે.
જમાતીઓ ફેલાવી રહ્યા છે કોરોના, મુસ્લિમ અને ગીચ વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે: જયંતિ રવિ
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારના અનુસાર રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને કાર્યરત કરવામાં આવી છે. જ્યારે બાકીના 29 જિલ્લામાં 100 બેડની કોવિડ હોસ્પિટલ ચારથી પાંચ દિવસમાં તૈયાર કરવા સુચના આપવામાં આવી છે.
તમે હોસ્પિટલમાં કામ કરો છો તો કોરોના તો નથી થયો ને? ડોક્ટરને આવો સવાલ કરીને ઝઘડનારની સુરતમાં ધરપકડ
મુખ્યમંત્રી સચિવે જણાવ્યું કે, રાજ્યમાં સોમવારે 199 લાખ લીટર દુધની આવક અને 46 લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. 65327 ક્વિન્ટલ શાકભાજીની જે આવક થઇ છે તેમાં બટાકા 16971, ડુંગળી 18327 અને અન્ય લીલા શાકભાજી 24975 ક્વિન્ટલ છે. 399 ક્વિન્ટલ સફરજન, 1218 ક્વિન્ટલ કેળા અને 12299 ક્વિન્ટલ અન્ય ફળ ફળાદીની આવક થઇ છે.
પોલીસને સ્થાનિકોના મનોરંજન માટે સિંગર બોલાવવાનું પડ્યું ભારે, વીડિયો વાયરલ થતા જ...
રાજ્યમાં હાલમાં લોકડાઉનની સ્થિતીમાં પણ નગરો-મહાનગરોનાં વોર્ડ્સ શેરીઓમાં સાફ સફાઇ જળવાઇ રહે તે માટે સ્થાનિક સ્વતંત્રના આયોજનની પણ વિગતો આપી હતી. આ અંગે જણાવ્યું કે, 8 મહાનગરો અને 162 નગરપાલિકાઓનાં 1406 વોર્ડઝમાં ડોર ટુ ડોર કલેક્શન, શેરી સફાઇ વગેરે માટે 40 હજારથી વધારે સફાઇ કર્મચારીઓ ફરજરત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube