ખેડાઃ ગરબામાં પથ્થરમારો કરનાર આરોપીઓની જાહેરમાં સરભરા, પોલીસે થાંભલા સાથે બાંધીને ડંડા માર્યા
Navrati 2022: ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં ગરબાના કાર્યક્રમમાં તોફાન મચાવનાર આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. જે જગ્યાએ પથ્થરમારો કર્યો તે જગ્યાએ પોલીસ આરોપીઓને પકડીને લાવી હતી.
ખેડાઃ રાજ્યમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. રાત્રે રાજ્યભરમાં લોકો ગરબે રમી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલીક અનિચ્છનીય ઘટનાઓ પણ સામે આવી છે. કોઈ જગ્યાએ વિધર્મી યુવકો ગરબામાં ઘુસી જતા મામલો ગરમાયો હતો. તો ખેડાના ઉંઢેલા ગામે અસામાજિક તત્વોએ આઠમાં નોરતે ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબા પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ સક્રિય થઈ હતી અને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા.
10 આરોપી ઝડપાયા
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીના આઠમાં દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબામાં પથ્થરમારા બાદ પોલીસે તત્કાલ તપાસ શરૂ કરી અને 10 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારબાદ પોલીસ આ આરોપીઓને ગામમાં લાવી પહોંચી હતી. ત્યારબાદ ગામલોકોની સામે આ અસામાજિક તત્વોની ખેડા એલસીબી પીઆઈ અશોક પરમારે જાહેરમાં સરભરા કરી હતી.
[[{"fid":"405033","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આરોપીઓએ હાથ જોડી માફી માંગી
પોલીસ આરોપીઓને ઝડપીને ગામમાં પહોંચી હતી. ત્યારબાદ ગામ લોકોની સામે પોલીસે એક બાદ એક આરોપીઓને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ જોવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસના મારથી ડરેલા આરોપીઓએ પણ હાથ જોડીને લોકોની માફી માંગી હતી. તમામ 10 આરોપીઓની જાહેરમાં ધોલાઈ કરતા ગ્રામજનોએ પણ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube