ગાંધીનગર: આજે ગુજરાત હાઇકોર્ટ ખાતે કાયદા ભવનના સ્નેહમિલન કાર્યક્રમમાં કાયદામંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સ્નેહમિલન પ્રસંગે કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 
છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. લોકોને આજે ન્યાયપાલિકા પર વિશ્વાસ વધ્યો છે. લોકોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે  માટે રાજ્યનું ન્યાયતંત્ર હંમેશા કાર્યશીલ રહ્યું છે. લોકોને સરળતાથી અને સહજતાથી ન્યાય મળે એ માટે આપણે હંમેશા આ જ રીતે આગળ વધવાનું છે અને કાર્ય કરતાં રહેવાનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કાયદાભવન અને તેની કાર્ય પદ્ધતિ વિશે વાત કરતાં ઉમેર્યું હતું કે, સરકાર વતી લડી રહેલા આ ભવનના અધિકારીઓ અને વકીલો ખૂબ મહત્વની જવાબદારીઓ નિભાવતા હોય છે. તેઓને સરકારના જે તે વિભાગો સાથે સંકલન કરીને તેમનો પક્ષ અને તેમની દલીલો અંગે બ્રિફિંગ જાણીને સરકારનો પક્ષ રજૂ કરવાનો હોય છે, જે મહત્વપૂર્ણ કામગીરી છે. સરકારી વિભાગો અને ન્યાયતંત્ર વચ્ચે સંકલન અને સામંજસ્ય સ્થપાશે તો પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ આવશે. સિવિલ અને ક્રિમીનલ લીટીગેશન સહિત 70,000 જેટલી મેટર કાયદાભવનના 78 વકીલો અને અધિકારીઓની ટીમ હેન્ડલ કરી રહી છે, જે ખૂબ પ્રસંશનીય છે.


વિરમગામમાં ભાજપના કોર્પોરેટર હર્ષદ ગામોતની હત્યા, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ


આ પ્રસંગે વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારી વકીલોના પ્રશ્નો, સમસ્યાઓ અને મૂંઝવણોના ઝડપી સમાધાન માટે સરકાર પ્રતિબદ્ધ છે. સિસ્ટમમાં યોગ્ય સુધારા વધારા કરીને તેમજ સરકારી વકીલો તરફથી આવતા હકારાત્મક સૂચનો અને સલાહોને પોલીસી મેકિંગમાં ઇમ્પ્લીમેન્ટ કરવા માટે સરકાર હંમેશા તૈયાર છે એમ તેમણે ઉમેર્યું હતું તથા સરકારી વકીલો માટે જરૂરી રીસોર્સિસ ઉપલબ્ધ કરાવવા માટે પણ સરકાર ચોક્કસ દિશામાં કાર્યો કરશે એવી ધારણા તેમણે આપી હતી.


આ જાદુ નહીં, વિજ્ઞાન છે! ગુજરાતના બાળ વૈજ્ઞાનિકોએ હાથ ધર્યો એવો પ્રોજેક્ટ કે....


આ સાથે જ કાયદામંત્રીએ ઉમેર્યું હતું કે, ન્યાયપાલિકાને વધુ સહજ અને સામાન્ય માણસ માટે સરળતાથી એપ્રોચેબલ બનાવવા માટે તથા જૂના પુરાણા કાયદાઓને રદ કરવા અથવા સુધારા કરવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે.


વિદ્યાર્થીઓ રોષે ભરાયા! MBBS બાદ PG મેડિકલ કોર્ષમાં પ્રવેશ મામલે સર્જાયો વિવાદ


આ પ્રસંગે સિનિયર એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, પબ્લિક પ્રોસિકયુટર મિતેષ અમીન, કાયદા સચિવ પ્રિયેન રાવલ, મુખ્ય સરકારી વકીલ ડો.મનીષા શાહ, ડેપ્યુટી સેક્રેટરી હસમુખભાઈ પટેલ સહિત કાયદા ભવનના વકીલો અને કર્મચારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.