વિરમગામમાં ભાજપના કોર્પોરેટર હર્ષદ ગામોતની હત્યા, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

વિરમગામમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની કરપીણ હત્યા થઈ છે. અંગત અદાવતમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની હત્યા થઈ હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંદર્ભે વિરમગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિરમગામમાં ભાજપના કોર્પોરેટર હર્ષદ ગામોતની હત્યા, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

ગાંધીનગર: વિરમગામમાં ભાજપના કોર્પોરેટર હર્ષદ ગામોતની હત્યા થઈ હોવાની માહિતી મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં અંગત અદાવતમાં હત્યા થયાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વિરમગામમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની કરપીણ હત્યા થઈ છે. અંગત અદાવતમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની હત્યા થઈ હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંદર્ભે વિરમગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભાજપના કાર્યકરે જ વિરમગામમાં ભાજપના કોર્પોરેટર હર્ષદ ગામોતની હત્યા કરી છે. તમને જણાવી દઈએ કે પાલિકાની ચૂંટણી સમયથી અંગત અદાવત ચાલતી હતી.

નોંધનીય છે કે, વિરમગામમાં ભાજપના ચાલુ કોર્પોરેટર હર્ષદ ગામોતની હત્યા થઈ ગઈ છે. કોર્પોરેટર હર્ષદ ગામોત અને ભરત કાઠી વચ્ચે નગરપાલિકાની ચૂંટણી સમયથી અદાવત ચાલતી હતી. ત્યારે વિરમગામમાં અંદરોઅંદરની લડાઈમાં ભાજપના કોર્પોરેટર હર્ષદ ગામોતની હત્યા થઈ છે. હાલ વિરમગામ પોલીસે વધુ તાપસ હાથ ધરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news