• સીઆર પાટીલે કહ્યું, જેમની પણ ટિકિટ કપાઈ કે ટિકિટ નથી આપી શક્યા તેમની હું માફી માગું છું


ઝી મીડિયા/બ્યૂરો :જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આગામી એક કલાકમાં ઉમેદવારોની જાહેરાત કરાશે તેવુ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે, તમામ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે કેટલાક કિસ્સાઓમાં સમીકરણોને માટે ચર્ચા કરવાની બાકી હશે. એક કલાકમાં જિલ્લાના અધ્યક્ષને ઉમેદવારોની યાદી મોકલવામાં આવશે. 12 તારીખે બપોર સુધી તમામ ઉમેદવારો ફોર્મ ભરી દેશે. ઉમેદવારોને ત્રણ દિવસ મળી રહે એટલા જ માટે એક કલાક પછી લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો સાથે જ તેમણે જે ઉમેદવારોને ટિકિટ ન મળી તે વિશે માફી માંગીને કહ્યું કે, જેમની પણ ટિકિટ કપાઈ કે ટિકિટ નથી આપી શક્યા તેમની હું માફી માગું છું. અપેક્ષા રાખું છું કે આવનારી ચુંટણીમાં તેઓ પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે કરશે. 


આ પણ વાંચો : પીએમ મોદીએ જેમને મળવા પ્રોટોકોલ તોડ્યો હતો, તે મિત્ર હરીભાઈનું નિધન થયું  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, સંગઠનના નેતાઓએ સ્થાનિક નેતાઓને સાંભળ્યા હતા. ત્યાર બાદ પેનલ બનાવી હતી. પેનલ બનાવીને પાર્લામેન્ટરી બોર્ડ સામે પેનલ રજૂ કરી હતી. ચર્ચા કરીને ઉમેદવારોને યાદી તૈયાર કરવાનું કામ પારદર્શક અને લોકશાહી રીતે કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ભાજપ કરી રહ્યું છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પારદર્શક અને લોકશાહી રીતે કરવામાં આવી છે. યુવાનો અને પાર્ટીમાં વર્ષોથી કામ કરતા હોય એવી રીતે સમન્વય કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની 980 બેઠક, 81 નગરપાલિકાની 2420 બેઠકો અને તાલુકામાં પંચાયત પસંદગી કરવામાં આવી છે. દરેક સીટ પર એવરેજ 20 લોકોએ ટિકિટ માંગી હતી. એક લાખ લોકોએ કાર્યકર્તા અને આગેવાનોએ ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી હતી. આ લગભગ રેકોર્ડ કહી શકાય. પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી કરેલા નિયમો ત્રણથી ચૂંટાયો હોય ૬૦ વર્ષથી વધુ હોય કે ધારાસભ્ય કે નેતાઓના સગા હોય તો તેનું પાલન કરવામાં આવી છે. તેઓને ટિકિટ નથી આપવામાં આવી. આવા લોકોએ પોતાની દાવેદારી પણ પાછી ખેંચી હતી. કાર્યકર્તાઓએ પક્ષના નિયમો અને નિર્ણય આવકાર્યો છે. 


આ પણ વાંચો : રાજકારણે કાકા-ભત્રીજાને એકબીજાના વેરી બનાવ્યા, અમદાવાદમાં ખોખરા વોર્ડમાં આરપારનો જંગ



ભાજપના ચૂંટણી પ્રચારના એજન્ડા પર તેમણે કહ્યું કે, મુખ્યત્વે ઉમેદવારો દ્વારા અને ભાજપના આગેવાનો દ્વારા ડોર ટુ ડોર કેમ્પેન ઉપર વધુ ભાર મુકવામાં આવશે. ઉમેદવારીપત્રો ભર્યા પછી સભાઓ યોજવામાં આવશે. ડોર ટુ ડોર કેમ્પેઈન પર વધુ ભાર મૂકીશું. આ માટે પ્લાનિંગ થઈ રહ્યું છે. કયા નેતા ક્યાં પ્રચાર કરશે તે તમામ પ્લાનિંગમાં છે.