આજથી ચૂંટણીના શ્રીગણેશ : વિવાદો વચ્ચે રૂપાલા આ તારીખે ભરશે ફોર્મ, તો સૌથી છેલ્લા અમિત શાહનો વારો
Notification of Election Commission of India : ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આજે ફોર્મ ભરાવાની શરૂઆત...ભાજપના ઉમેદવારોએ શરૂ કરી ફોર્મ ભરવાની તૈયારી...કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાકી હોવાથી ફોર્મ ભરવા મામલે અસમંજસ
Loksabha Election 2024 : ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. 26 લોકસભા સીટ અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થયું છે. જેમાં આજથી ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ ભરી શકશે. વિધાનસભાની 5 બેઠકો માટે પણ નોટિફિકેશન જાહેર થયું છે. નોટિફિકેશન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 12થી 19 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. તો 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે. તો 22 એપ્રિલ સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થવાનુ છે. આ માટે 7 મેના દિવસે ગુજરાતમાં જાહેર રજા ડિકલેર કરાઈ છે. તો 4 જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે.
ભાજપના 26 ઉમેદવારો જાહેર થઈ ગયા છે, ત્યારે આ ઉમેદવારો ક્યારે ક્યારે ફોર્મ ભરવા જશે તેની માહિતી તારીખ સાથે આવી ગઈ છે. જોકે, બીજી તરફ કોંગ્રેસની ચાર બેઠકના ઉમેદવાર હજી પણ જાહેર થવાના બાકી છે. ક્ષત્રિયોના વિવાદ વચ્ચે રૂપાલાનું કોકડું ગૂંચવાયેલું છે, પરંતુ રૂપાલા 16 એપ્રિલે ફોર્મ ભરવા જશે. ત્યારે ભાજપના કયા ઉમેદવાર ક્યારે ફોર્મ ભરશે, વાંચો આખું લિસ્ટ.
દીકરીની જેમ ઉછરેલી ગાયના મોત પર ગુજરાતી માલિકે ભવ્ય સ્મશાન યાત્રા કાઢીને વિદાય આપી, PHOTOs
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીનો કાર્યક્રમ
જાહેરનામાની પ્રસિદ્ધિ થશે - 12 એપ્રિલ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 19 એપ્રિલ
ફોર્મ ચકાસણી - 20 એપ્રિલ
ફોર્મ પરત ખેંચી શકાશે - 22 એપ્રિલ
મતદાન - 7 મે 2024
મત ગણતરી/ પરિણામ - 4 જૂન 2024
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે - 6 જૂન
૧૫ એપ્રિલે ૬ ઉમેદવારો ફોર્મ ભરશે
પોરબંદર: ડો મનસુખ માંડવિયા
સુરેન્દ્રનગર: ચંદુભાઈ શિહોરા
અમદાવાદ પૂર્વ : હસમુખ પટેલ
વલસાડ: ધવલ પટેલ
ભરૂચઃ મનસુખ વસાવા
પંચમહાલ : જયદિપસિંહ પરમાર
ગુજરાત સરકારે દીકરીઓ માટેની આ જૂની યોજના ફરીથી શરૂ કરી, તમારી દીકરીને મળશે રૂપિયા
૧૬ એપ્રિલે ૧૬ ઉમેદવારો ફોર્મ ભરશે
રાજકોટ : પરસોત્તમ રૂપાલા
કચ્છ : વિનોદ ચાવડા
બનાસકાંઠા: રેખાબહેન ચૌધરી
પાટણ : ભરતસિંહ ડાભી
સાબરકાંઠા : શોભનાબહેન બારૈયા
મહેસાણા : હરિભાઈ પટેલ
અમદાવાદ પશ્ચિમ : દિનેશ મકવાણા
જૂનાગઢ: રાજેશ ચુડસામા
ભાવનગર : નિમુબહેન બાંભણિયા
આણંદ : મિતેશ પટેલ
ખેડા : દેવુસિંહ ચૌહાણ
દાહોદ: જશવંતસિંહ ભાભોર
વડોદરા : ડો. હેમાંગ જોશી
છોટાઉદેપુર : જશુભાઈ રાઠવા
બારડોલી : પ્રભુ વસાવા
સુરત : મુકેશ દલાલ
પૈસા નહિ તો પાણી પણ નહિ! ગુજરાતનું પાણી રોકશે પાડોશી રાજ્ય, સરકારે કરોડો ન ચૂકવ્યા
૧૮ એપ્રિલ ત્રણ ઉમેદવારો ફોર્મ ભરશે
નવસારી : સી.આર પાટિલ
જામનગર : પુનમ માડમ
અમરેલી : ભરત સુતરીયા
19 એપ્રિલ
ગાંધીનગર : અમિત શાહ
સીનિયર સિટીઝન ઘરેથી વોટ કરી શકશે
નોટિફિકેશનમાં જણાવાયું કે, 85 ઉંમરના સિનિયર સીટીઝન માટે ઘરે જ રહી ને હોમ વોટિંગ કરી શકશે. આ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. ચૂંટણી કામગીરી મા જોડાયેલા 4 લાખ થી વધુ કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી શકશે. IPS અધિકારીઓ ના પોસ્ટીંગ અને ખાલી જગ્યાઓ અંગે ચુંટણી પંચે ગંભીરતાથી નોંધ લીધી છે. જેમાં સુરત શહેર ઉપરાંત બોર્ડર રેન્જ, સુરત રેન્જ સહિત 10-14 જેટલી જગ્યાઓ પર નિમણૂંક બાકી છે.
ઈદમાં માતમ છવાયો : પાનમ ડેમ ફરવા ગયેલા ત્રણ યુવકો ડૂબ્યા, બે સગાભાઈઓના મોત