ગુજરાત સરકારે દીકરીઓ માટેની આ જૂની યોજના ફરીથી શરૂ કરી, તમારી દીકરીને મળશે રૂપિયા

Gujarat Government Big Decision :ગુજરાતમાં દીકરીઓને શિક્ષિત કરવાના હેતુસર શરૂ કરાયેલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના વર્ષ 2021-22 માં બંધ કરી હતી, પરંતું હવે તેને વર્ષ 2024-25 માટે ફરીથી અમલમાં મૂકી છે.
 

ગુજરાત સરકારે દીકરીઓ માટેની આ જૂની યોજના ફરીથી શરૂ કરી, તમારી દીકરીને મળશે રૂપિયા

Vidya Lakshmi Yojana in Gujarat : રાજ્યમાં દીકરીઓને શિક્ષિત કરવાના હેતુથી શરૂ કરાયેલી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાને રાજ્ય સરકાર દ્વારા ફરી ચાલુ કરવામાં આવી છે. વર્ષ 2021-22 ના વર્ષમાં બંધ કરેલ યોજના એક વર્ષ માટે ચાલુ કરાઈ છે. વર્ષ 2024-25 માં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ચાલુ રખાશે. જેમાં કન્યા દીઠ ૨૦૦૦ રૂપિયાના બોન્ડ આપવાની જોગવાઈ કરાયેલી છે. 50 ટકાથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ લાભ મળશે. વ્હાલી દીકરી યોજના નવી બનાવી હોવાના કારણે જે તે વખતે જુની યોજના બંધ કરાઈ હતી. જો કે કેટલાક કેસોમા બંને યોજના નો લાભ ન મળતો હોવાના કારણે એક વર્ષ પુરતી યોજના ચાલુ રાખવા ઠરાવ કરાયો છે. 

આ માટે સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે, રાજ્યમાં કન્યા કેળવણીના પ્રમાણમાં વધારો કરવા માટે અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે તેમજ કન્યાઓનું શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય અને ૧૦૦ ટકા સ્થાયીકરણ જળવાય તે “વિદ્યાલક્ષ્મી બોન્ડ" યોજના અમલમાં મુકવામાં આવી હતી. શિક્ષણમાં કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ સ્ત્રી સશક્તિકરણના હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવથી "વ્હાલી દિકરી યોજના"અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાથી બહોળા વર્ગને લાભ મળતો હોઈ લાભાર્થીઓની સંખ્યા બેવડાય નહી અને મહત્તમ કન્યાઓને લાભ મળે તે હેતુસર શિક્ષણ વિભાગના ઠરાવથી ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ6 યોજના વર્ષ 2021-22 થી બંધ કરવામાં આવી હતી. 

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની "વ્હાલી દિકરી યોજના" હેઠળ તા.૦૨-૦૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ કન્યાઓને લાભ મળવાપાત્ર થતો હોઇ અને વર્ષ ૨૦૨૧-૨૨ (તા.૦૧-૦૪-૨૦૨૧)થી "વિદ્યાલક્ષ્મી બોન્ડ” યોજના બંધ કરવામાં આવેલ હોઇ વર્ષ: ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ (તા.૦૧-૦૮-૨૦૧૯ સુધી)માં જન્મેલ કન્યાઓ કે જે અંદાજે ક્રમશ: વર્ષ:૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫માં ધો.૧માં પ્રવેશ મેળવવાને પાત્ર થતી હોય તેવી કન્યાઓને ઉક્ત બન્ને યોજનાઓ પૈકી એકપણ પણ લાભ મળતો નથી. આથી આવી કન્યાઓ લાભથી વંચિત ન રહે તે હેતુથી "વિદ્યાલક્ષ્મી બોન્ડ" યોજના પુનઃ શરૂ કરી વર્ષ ૨૦૨૪-૨૫ પુરતી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. 

આ અંતર્ગત વર્ષ:૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦(તા. ૦૧-૦૮-૨૦૧૯ સુધી)માં જન્મેલ કન્યાઓ કે જે અંદાજે કમશા વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫માં ધો.૧માં પ્રવેશ મેળવેલ હોય/મેળવવાને પાત્ર થતી હોય તેવી કન્યાઓ આ યોજનાના લાભથી વંચિત ન રહે તે હેતુથી "વિદ્યાલક્ષ્મી બોન્ડ" યોજના પુના શરૂ કરી વર્ષ:૨૦૨૪-૨૫ પુરસ્તી ચાલુ રાખવાની આથી નીચે મુજબની શસ્તોને આધીન સરકારની મંજૂરી આપવામાં આવી છે.

આ યોજના હેઠળ ૫૦ ટકાથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોના અને શહેરી વિસ્તારમાંગરીબીરેખા નીચેના (બી.પી.એલ.) કુટુંબની વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯:૨૦(તા.૦૧-૦૮-૨૦૧૯ સુધીમાં જન્મેલ કન્યાઓ કે જે અંદાજે કમશ: વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ સુધીમાં સરકારી પ્રાથમિક શાળાઓ ખાતે ધોરણ-૧માં પ્રવેશા મેળવેલ હોય/મેળવવાને પાત્ર થતી હોય તેવી કન્યાઓને આ યોજના હેઠળ લાભઆપવાનો રહેશે

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અન્વયે કન્યાઓને સરદાર સરોવર નિગમ લી.ના પ્રત્યેક કન્યાદિક રૂ.૨૦૦૦ ના "શ્રી નિધિ" બોન્ડ આપવાના રહેશે. બોન્ડ ખરીદી અંગેની કાર્યવાહી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારી દ્વારા હાથ ધરવાની રહેશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીએ પાત્રતા ધરાવતી કન્યાઓના નામે ખરીદેલ મૂળ બોન્ડ પોતાની કસ્ટડીમાં રાખવાના રહેશે. અને બીન્ડની એક નકલ કન્યા/વાલીને આપવાનીરહેનો તથા બોન્ડ અંગેની તમામ વિનંતી દર્શાવતું રજીસ્ટર જિલ્લા પ્રાથમિકશિક્ષણાધિકારી/ શાસનાધિકારીએ નિભાવવાનું રહેશે.

આ બોન્ડની વ્યાજ સહિતની ચૂકવણી જે તે કન્યાઓને ધોરણ-૮ પાસ કર્યાના શાળઆચાર્યકીન પ્રમાણપત્રના આપાવે જે-તે કન્યાના નામના અથવા વાણીના નામના બેન્ક ખાતામાં જમા કરવાની રહેશે.

અધવચ્ચેથી અભ્યાસ છોડી જનાર કન્યાઓને "વિદ્યાલક્ષ્મી બોન્ડ"નો લાભ મળવાપાત્ર રહેશે નહી તે મુજબની આર્કેદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બોન્ડનો લાક્ષ મેળવનાર કન્યાના વાલીપારીથી મેળવવાની રહેની અને અવાવથી અભ્યાસ છોડી જનાર કન્યાઓના ફિસ્સામાં બોન્ડનીવ્યાજ સહિતની 18માં સ્વરશ્રીમાં જમાં કર

અધ વચ્ચેથી અભ્યાસ છોડી જનાર કન્યાઓને “વિદ્યાલક્ષ્મી બોન્ડ”નો લાભ મળવાપાત્ર રહેશે નહી.તે મુજબની બાહેંધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બોન્ડનો લાભ મેળવનાર કન્યાના વાલીપાસેથી મેળવવાની રહેશે અને અધવચ્ચેથી અભ્યાસ છોડી જનાર કન્યાઓના કિસ્સામાં બોન્ડની વ્યાજ સહિતની રકમ સરકારશ્રીમાં જમા કરાવવાની રહેશે.

બોન્ડ ધરાવતી કન્યાના અભ્યાસ દરમ્યાન જિલ્લો/નગર બદલાય ત્યારે કન્યાના વાલીની અરજીતથા મુખ્ય શિક્ષકના પ્રમાણપત્રને આધારે સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીએ જે-તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીને આવા બોન્ડ મોકલી આપવાના રહેશે.

ધોરણ ૧ થી ૮ના અભ્યાસ દરમ્યાન કન્યાનું અવસાન થાય તેવા કિસ્સામાં બોન્ડની વ્યાજ સહિતની રકમની ચૂકવણી કન્યાના વાલીને કરવાની રહેશે.

આ યોજનાનું અમલીકરણ જિલ્લા/નગર કક્ષાએ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારી દ્વારા કરવાનું રહેશે.

વર્ષ:૨૦૨૧-૨૨ થી "વિદ્યાલક્ષ્મી બોન્ડ” યોજના બંધ કરવામાં આવેલ અને "વ્હાલી દિકરી યોજના"અંત= તા.૦૨-૦૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ કન્યાને લાભ મળવાપાત્ર થતો હોઇ વર્ષ- ૨૦૨૧-૨૨ બાદ "વિદ્યાલક્ષ્મી બોન્ડ” યોજનાત લાભ મળતો ન હતો અને જન્મ તારીખના બાધને કારણે "વ્હાલી દિકરી યોજના"નો પણ લાભ મળી શક્તો ન હતો તેવી કન્યાઓન આ ઠરાવની જોગવાઇઓ અન્વયે “વિદ્યાલક્ષ્મી બોન્ડ” આપવાના રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news