મુસ્તાક દલ/દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મરીન પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષા માટે દરિયામાં બોટ દ્વારા પેટ્રોલિંગ કરી માછીમારોને IMBL નજીક માછીમારી કરવા ના જવા તેમજ તમામ ડોક્યુમેન્ટને સાથે રાખવા અને કોઈ સંદીગ્ધ વસ્તુ કે એક્ટિવિટી થતી જણાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અને માછીમાર ભાઈઓ તેના જીપીએસ એક્ટિવ રાખે તે પ્રકારે માહિતી આપવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લો આંતરરાષ્ટ્રીય જળ માર્ગ સાથે પડોશી દેશ સાથે જોડાયેલ છે અને તાજેતરમાં જ દરિયાઈ માર્ગે ડ્રગ્સનું દુષણ ફેલાવવામાં ભારતીય નેવી, કોષ્ટગાર્ડ અને દ્વારકા જિલ્લા પોલીસને અવાર નવાર સફળતા મળી છે જયારે IMBL નજીક પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમાર ભાઈઓના અપહરણ બનવાની ઘટના પણ વધી છે જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જિલ્લાના ત્રણ મરીન પોલીસ મથક કાર્યરત છે. 


પેટ્રોલિંગ માટેની સરકાર દ્વારા ફાળવેલ બોટના માધ્યમથી પોલીસ જવાનો બોટના માલિકો અને માછીમાર ભાઈઓ પાસે રહેલા બોટના ઓરીજનલ દસ્તાવેજની ચકાસણી કરવા માટે જતા હોઈ છે અને સાથે જ માછીમાર ભાઈઓની બોટ અને ખલાસીઓ જયારે માછીમારી કરવા દરિયામાં ગયા હોઈ ત્યારે તેમના પાસે રહેલા જીપીએસને એક્ટિવ રાખવા અને સાથે જ તમામ ખલાસિઓના ડોક્યુમેન્ટને પણ સાથે રાખી ટોકન લઈ માછીમારી કરવાનું જવાનું સૂચનાઓ અપાઈ છે.


વાડીનાર મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન માચીમારી બોટને પણ ચકાસવામાં આવી રહી છે. તમામ ખલાસિઓના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી રહી છે, સાથે જ માછીમાર બોટને ભારતીય જળ સીમામા જ માછીમારી કરવાનું જાય અને IMBL નજીક માછીમારી કરવા જવાનું ટાળે અને જયારે પણ કોઈ સંદીગ્ધ વસ્તુ કે એક્ટિવિટી જણાય તો નજીકના પોલીસ મથકે, ભારતીય કોષ્ટગાર્ડ કે નેવીને અથવા તો માછીમાર એસોસિઅશનને જાણ કરવામાં આવે જેથી માછીમાર ભાઈઓ અને બોટને પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા મળી રહે અને જો કોઈ સંદીગ્ધ કામગીરી થતી હોઈ તો તેને પણ રોકી શકાય તેના માટે દ્વારકા જિલ્લા પોલીસના ત્રણ મરીન પોલીસ મથકે દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube