Gujarat BJP Mega Plan : ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું આપ્યું. ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું અને તેઓ કેસરિયા કરશે. ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ થયુ. વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી આ પહેલી વિકેટ પડી છે. ત્યારે વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવો ચિરાગ પટેલે દાવો કર્યો છે. જોકે, ચિરાગ પટેલની આ વાત સો ટકા સાચી છે. હજુ પણ કોંગ્રેસ અને આપમાથી ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. રાજકીય વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, વધુ 5 ધારાસભ્યો રાજીનામા આપવાની કતારમાં છે. આગામી દિવસોમા વિપક્ષના ધારાસભ્યોમા રાજીનામાનો દોર યથાવત રહેશે. આવતીકાલે આપના એક ધારાસભ્ય રાજીનામુ આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિરાગ પટેલના રાજીનામા બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં વિપક્ષના વધુ ધારાસભ્યો રાજીનામા આપી શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ચિરાગ પટેલ બાદ વધુ 5 જેટલી વિકેટ પડી શકે છે. આવતીકાલે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. આ પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યુ હતું. આગામી દિવસોમાં વિપક્ષના ધારાસભ્યોનો રાજીનામાનો દોર યથાવત રહેશે. જેમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના 3 ધારાસભ્યોના નામ ચર્ચામાં છે. 


નેતાજીનું ‘મોયે મોયે’ થયું : અહીં ભાજપનું દાળિયું ય ન આવે કહેનારાની ભાજપે દાળ માપી


સંભવિત ધારાસભ્ય જોડાઇ તેવી અટકળો


  • જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આપી શકે રાજીનામું

  • બોટાદથી ધારાસભ્ય ઉમેશ મકવાણાની વિકેટ પડી શકે

  • ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીનું નામ ચર્ચામાં


હજી વધુ તૂટશે કોંગ્રેસ
ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ સફળ રહ્યું. કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપ્યું. તેઓએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. હવે ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કરશે. હજુ પણ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. રાજીનામું આપનાર ધારાસભ્ય ચિરાગ પટેલે મોટુ નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગળામણ અનુભવે છે. કોંગ્રેસમાંથી હજુ પણ રાજીનામાઓ પડશે. કોંગ્રેસ હવે ઝીરો થઈ ગઈ છે.


આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી : 4 જિલ્લામાં કમોસમી વરસાદ તાંડવ કરશે


મારી જેમ અનેક પાર્ટીમાં ગૂંગળામણ અનુભવે છે 
રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે જણાવ્યુ છે કે, ‘દેશના હિતની વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશા પાછળ રહે છે. મારા વિસ્તારના હિતની વાત આવે ત્યારે મારે આ પાર્ટીમાં વધારે રહેવું મને હિતાવહ નથી લાગ્યું. મારા અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસમાં ગૂંગણામળ અનુભવી રહ્યા છે. દિવસેને દિવસે કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવી રહી છે. કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઇ અને કરવાનું કાંઇ, આમાં વધારે સમય રહી ન શકાય. એટલે મારા વિસ્તારના લોકો માટે મેં રાજીનામું આપ્યું છે. 


ખોડલધામ હવે કંઈક મોટું કરશે : નવા સંકલ્પ લોકો સુધી પહોંચાડવા નરેશ પટેલે કમર કસી