Gujarat Weather: ગુજરાતમાં 13 માર્ચથી 18 માર્ચે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, આ આગાહી ધ્રુજાવી નાંખશે!
Gujarat Weather: હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.
Gujarat Monsoon 2023: હવામાન વિભાગની ગરમીને લઈને એક ભયાનક આગાહી સામે આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરાઈ છે. તો 13 અને 18 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. 13 અને 14 માર્ચે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે રાજ્યમાં વરસાદ રહેશે. આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે. જેના કારણે કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરાઈ છે. 13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હિટવેવ વિસ્તારમાં બહાર ન જવા અપીલ કરાઈ છે અને જરૂરી ઉપાય કરવા અપીલ કરી છે.
અંબાજીમાં પ્રસાદ વિવાદ પર નીતિન પટેલનું મોટું નિવેદન, શું ફરી મળતો થશે મોહનથાળ?
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે.
ગુજરાતમાં H3N2નો ખતરો! શરદી, ખાસી, કફની તકલીફ બાદ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત
ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14, 15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચમાં ગરમી પણ વધારે પડશે. કેટલાક વિસ્તારોમાં વીજ પ્રપાત અને કરા પડવાની પણ શક્યતા છે. એપ્રિલ અને મેં મહિનામાં પણ પ્રિમોન્સૂન વરસાદ આવી શકે છે. વરસાદને કારણે કેરીના પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. મસાલા, ઘઉં, રાયડો, ઇસબગુલ અને, શાકભાજીને પણ નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે. ગરમી વધુ પડતા એરંડાના પાકમાં પણ ફૂલકિયો આવતા દાણા ઓછા પેદા થવાની શક્યતા જણાવી છે.
પાટીદાર ખેડૂતના સાહસને સલામ, એવી ખેતી કરી કે માવઠું ને વાવાઝોડું પણ કંઈ બગાડી ન શકે
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 માર્ચથી વાદળો બંધાશે. 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.
વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત