Gujarat Weather Updates: હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. જે મુજબ આગામી ત્રણ કલાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક માટે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

257 દિવસ સુધી શનિદેવની રહેશે શુભ દ્રષ્ટિ, આ 3 રાશિવાળા રાજા-મહારાજા જેવું જીવન જીવશે


40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં ઠંડર સ્ટ્રોમ સહિત હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, સુરત, નવસારી, સહિત અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી છાંટાની આગાહી કરાઈ છે. 


ઘર બનાવવા માટે સરકાર કરે છે આર્થિક મદદ, PM આવાસ યોજના માટે આ રીતે કરી શકો અરજી
 
ગુજરાતમાં આગામી 6 દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ


  • 15 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 

  • 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે.   

  • 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.   

  • 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.  

  • 19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. 

  • 20 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.