Shanidev: 257 દિવસ સુધી શનિદેવની રહેશે શુભ દ્રષ્ટિ, આ 3 રાશિના જાતકો રાજા-મહારાજા જેવું સુખ ભોગવશે

નિદેવ 2025ના ફેબ્રુઆરી મહિનાના અંતમાં અસ્ત થશે. ગણતરીના દિવસોમાં શનિદેવ વક્રી પણ થવા જઈ રહ્યા છે. શનિદેવની બદલાતી ચાલથી કેટલીક રાશિવાળાના દિવસો ફરી શકે છે. શનિની ઉદિત અવસ્થા 2025 સુધી કઈ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે તે ખાસ જાણો. 

Shanidev: 257 દિવસ સુધી શનિદેવની રહેશે શુભ દ્રષ્ટિ, આ 3 રાશિના જાતકો રાજા-મહારાજા જેવું સુખ ભોગવશે

શનિની શુભ દ્રષ્ટિ જીવનમા ખુશીઓ લાવે છે. શનિ દેવ હાલ કુંભ રાશિમાં છે અને ઉદિત અવસ્થામાં છે જે વર્ષના અંત સુધી આ જ અવસ્થામાં રહેસે. શનિદેવ 2025ના ફેબ્રુઆરી મહિનાના અંતમાં અસ્ત થશે. ગણતરીના દિવસોમાં શનિદેવ વક્રી પણ થવા જઈ રહ્યા છે. શનિદેવની બદલાતી ચાલથી કેટલીક રાશિવાળાના દિવસો ફરી શકે છે. શનિની ઉદિત અવસ્થા 2025 સુધી કઈ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે તે ખાસ જાણો. 

ધનુ રાશિ
શનિની કુંભ રાશિમાં ઉદિત અવસ્થાથી ધનુ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. આર્થિક પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થશે. બોસ અને સાથી કર્મચારીઓના સપોર્ટથી કરિયરમાં તમે તમામ કામ સારી રીતે પૂરા કરી શકશો. વિદેશ મુસાફરી થઈ શકે છે. સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. આર્થિક ફાયદો થઈ શકે છે. 

તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે કર્મફળ દાતા શનિની ચાલ શુભ પરિણામ લાવશે. વર્ષોથી અટકેલા કામો પાર પડવા લાગશે. ધનલાભના પ્રબળ યોગ છે. સુખ શાંતિનો માહોલ રહેશે. શનિના શુભ પ્રભાવથી કરિયરમાં પ્રમોશનની સંભાવના છે. 

વૃષભ રાશિ
કુંભમાં શનિદેવ ગોચર કરે છે અને ઉદિત અવસ્થાના કારણે વૃષભ રાશિના જાતકોને પણ ખુબ ફાયદો થઈ શકે છે. આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે. કોમ્પિટિશનની તૈયારી કરતા લોકોને શુભ સમાચાર મળી શકે છે. કોઈ મિત્રની મદદથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news