ગુજરાત ફરી અગનભઠ્ઠીમાં શેકાશે! બહાર નીકળવું પણ ભારે બનશે, જાણો કયા સુધી રહેશે ભારે હીટવેવ
રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં સતત હિટવેવ રહ્યું અને તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચ્યું. માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે એપ્રિલ મહિનો પણ ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને એક આગાહી કરવામાં આવી છે. શનિવારથી રાજ્યમાં ફરી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર વાતાવરણ છે. ગયા અઠવાડિયા કરતા થોડી રાહત મળી છે. ત્યારે શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહ્યું હતું. 26 અને 27 માર્ચના રોજ કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી રહેશે.
રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં સતત હિટવેવ રહ્યું અને તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચ્યું. માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવે એપ્રિલ મહિનો પણ ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે 25મી માર્ચથી ગરમીનો બીજો રાઉન્ડની આગાહી કરી છે. જેમાં 25થી 27 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં હિટવેવની આગાહી છે.
નોંધનીય છે કે, 24 અને 25 માર્ચે અમદાવાદનું તાપમાન અનુક્રમે 38 અને 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ત્યારબાદ તે 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 25થી 27 માર્ચના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાતાવરણ પલટો આવશે અને સામાન્ય વરસાદી છાંટા છે. જ્યારે હવામાન વિભાગના મતે, તાપમાન વધવાના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ ઉપર આવ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા સર્જાયું છે. વાદળછયા વાતાવરણના કારણે તાપમાન ઘટ્યું છે અને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube