પુષ્ય નક્ષત્રમાં પડતા વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, શું ભારે આંધી-વંટોળ-વરસાદ આવશે?
Gujarat Monsoon 2022: અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 24થી 30 મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ તારીખોમાં ભારે પવન પણ ફૂંકાશે. ધીમેધીમે વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 24થી 28 તારીખ વચ્ચે ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામશે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 24થી 30 મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ તારીખોમાં ભારે પવન પણ ફૂંકાશે. ધીમેધીમે વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે 22 જુલાઈ થી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે 24 જુલાઈ થી 26 જુલાઈ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube