નવનીત દલવાડી/ભાવનગર :સામાન્ય લોકો પર કાયદાની તવાઈ અને નેતાઓને બધુ માફ. ગુજરાતમાં હવામાં ફાયરિંગ કરવુ ગુનો ગણાય છે, ત્યારે ખુદ રાજ્યકક્ષાના મંત્રી જ પોતાના દીકરાને કાયદાનો પાઠ ભણવવાનું ભૂલી ગયા. મહુવાના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી આરસી મકવાણાના પુત્ર અમિત મકવાણાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અમિત મકવાણાએ હવામાં ફાયરિંગ કર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રી આર.સી મકવાણાના પુત્ર અમિત મકવાણાનો ફાયરિંગ કરતો વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. અમિત મકવાણાએ સિકયુરિટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યું હતું. મંત્રી આર.સી મકવાણાના પુત્રએ જાહેરમાં ખુલ્લેઆમ પિતાના સિક્યોરિટી ગાર્ડના હથિયારનો ઉપયોગ કર્યો હતો. જે સરકારી મિલકત છે. શું નેતાઓને પોતાની સિક્યુરિટી માટે અપાયેલા હથિયારનો આ રીતે ઉપયોગ કરવાનો હોય છે. 


ત્યારે અમિત મકવાણાના આ વીડિયોથી લોકોમાં સળગતા સવાલો પેદા થયા છે કે, શું ભાજપના મંત્રીનો પુત્ર હોવાથી હવામાં ફાયરિંગ કરવું શું કોઈ કાયદાનો ભંગ નથી થતો. જોકે, મંત્રી પુત્ર દ્વારા હવામાં ફાયરિંગ નો વાયરલ વીડિયોની ઝી 24 કલાક પુષ્ટિ નથી કરતુ.