Rahul Gandhi Disqualified : સુરતની કોર્ટે ચાર વર્ષ જૂના માનહાનિ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી. જેના બાદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ કરવામા આવી. આ મુદ્દાને લઈને હાલ ભારતમાં રાજનીતિનો પારો ચઢ્યો છે. જોકે, વર્ષ 2013 માં ગુજરાતના એક મંત્રીને ગુજરાતની એક અદાલતે ત્રણ વર્ષની સજા સંભળાવી હતી, પરંતુ તેઓ અયોગ્ય સાબિત થયા ન હતા. તેઓ ધારાસભ્ય અને મંત્રી યથાવત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
જૂન 2013 માં તત્કાલીન કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને પોરબંદરની કોર્ટે ખનીજ કૌભાંડ મામલે 3 વર્ષની સજા સંભળાવાઈ હતી. કોર્ટે તેમને 54 કરોડ રૂપિયાના ખનીજ ચોરી કૌભાંડમાં દોષિત જાહેર કર્યા હતા. જોકે, સ્થાનિક અદાલત દ્વારા દોષિત જાહેર કરાયા બાદ પણ તેઓ મંત્રી બની રહ્યા હતા. બાબુભાઈ બોખીરિયા ત્યારે ગુજરાત સરકારમાં જળ સંશાધન મંત્રી હતા.


સુખી સંપન્ન ગુજરાતીઓ કરે છે આવું, ગુજરાતમાં બાળલગ્ન માટે બહારથી બાળાઓ લાવવામાં આવે છ


ખનીજ કૌભાંડમાં અદાલતે બાબુભાઈ ઉપરાંત ભીમા દુલા, ભરત ઓડેદરા, લક્ષ્મણ ઓડેદરાને પણ ત્રણ-ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. નિર્ણય સંભળાવ્યા બાદ સ્થાનિક કોર્ટે બોખીરિયાને સાત દિવસના રિમાન્ડ પર મુક્ત કર્યા હતા, જેથી તેઓ ઉપરી કોર્ટમાં જઈ શકે. એટલું જ નહિ, નિર્વાચિત પ્રતિનિધિઓને સજા બાદ અયોગ્ય ઠેરવવાના સંબંધમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય એક મહિના બાદ જુલાઈ 2013 માં આવ્યો હતો. 


રાજીનામાની ઉઠી હતી માંગ
રાજ્ય વિધાનસભામાં વિપક્ષના તત્કાલીન નેતા શંકરસિંહ વાઘેલાએ અદાલતના આદેશ બાદ તાત્કાલિક બાદ બોખીરિયાને મંત્રીમંડળથી રાજીનામાની માંગ કરી હતી. 2006 માં સૌરાષ્ટ્ર કેમિકલ કંપનીના વ્યવસ્થાપક ઉમેશ ભાવસારે બોખીરીયા અને અન્ય ત્રણની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમા આરોપ લગાવાયો હતો કે, તેઓએ એ જમીનમાંથી ગેરકાયદેસર રીતે ચૂનાપત્થરનું ખનન કર્યું છે. જ્યાં કંપની ખનન કરતી હતી. 


મંત્રીઓને બંગ્લા મળતા નથી અને રસોઈયા માટે ફાળવાયો બંગ્લો, દાદુનો આવો હતો દબદબો


2014 માં થયા હતા મુક્ત
જૂન 2013 માં પોરબંદરીન અદાલત દ્વારા દોષિત જાહેર કરાયેલા બોખીરિયાના સેશન કોર્ટે નવેમ્બર 2014 માં મુક્ત કર્યા હતા. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાનું કહેવુ હતું કે, 2013 માં બાબુભાઈ બોખીરિયા મુખ્મયંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં કેબિનેટ મંત્રી હતા, તેઓએ બોખીરિયાને અદાલતના નિર્ણય બાદ રાજીનામું આપવાનું કહ્યું ન હતું.