Gujarat MLA Cricket Tournament : ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ધારાસભ્યો માટે ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે. ધારાસભ્યોની વિવિધ ટીમો વચ્ચે મુકાબલા ચાલી રહ્યાં છે. ત્યારે આજે અનોખું દ્રશ્ય જોવા મળ્યુ હતું. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મેચમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિકેટ લીધી હતી. ધારાસભ્યોની આ મેચ જોવા જેવી બની રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલની બોલિંગ પર મુખ્યમંત્રી આઉટ
બન્યું એમ હતું કે, ધારાસભ્ય હાર્દિક પટેલ નર્મદા ટીમમાંથી બોલિંગ કરી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાબરમતી તરફથી ઓપેનીંગ બેટિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન એક તરફ હાર્દિક પટેલની બોલિંગ હતી, તો સામે ભુપેન્દ્ર પટેલના હાથમાં બેટ હતું. ત્યારે આ ઓવરમાં શું થાય છે તે જોવામાં સૌ કોઈ મશગુલ હતા. ત્યાં જ ચોથા બોલે જ હાર્દિક પટેલે ભુપેન્દ્ર પટેલની વિકેટ લઈ લીધી હતી. હાર્દિક પટેલે ચોથા બોલે ભુપેન્દ્ર પટેલને કેચ આઉટ કર્યા હતા.


ગુજરાતની દરિયાઈ દુનિયામાંથી એક રહસ્યમયી જીવ મળી આવ્યું, માછીમારો ગભરાયા



નદીઓના નામ પર રખાયા છે ટીમોના નામ 
ગાંધીનગરના સેક્ટર 21 ખાતે બનાવવામાં આવેલા નવા ક્રિકેટ સ્ટેડિમય ખાતે 'સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23'નું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગાંધીનગરના ક્રિકેટ મેદાનમાં ધારાસભ્યો ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળી રહ્યાં છે. ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાયા છે. આપને જણાવી જઈએ કે, આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બની છે. ધારાસભ્યોની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમના નામ પણ નદીઓના નામ પર રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 28 માર્ચે રાત્રે 10.00 વાગ્યે રમાશે. 


ગુજરાતમાં મેઘરાજા જીદે ચઢ્યા, વિદાય લેવા તૈયાર નથી : 27 દિવસમાં 57 ગણો કમોસમી વરસાદ