ગુજરાતમાં મેઘરાજા જીદે ચઢ્યા, વિદાય લેવા તૈયાર જ નથી : 27 દિવસમાં 57 ગણો કમોસમી વરસાદ પડ્યો

Gujarat Weather Today: ગુજરાતમાં આખો શિયાળો અને શરૂ થયેલા ઉનાળામાં કમોસમી વરસાદ પડ્યો છે... લગભગ દર પંદર દિવસે વાતાવરણમાં પલટો આવે છે... હવે ગુજરાતમાં કમોસમી વરસાદના આંકડા સામે આવ્યા છે

ગુજરાતમાં મેઘરાજા જીદે ચઢ્યા, વિદાય લેવા તૈયાર જ નથી : 27 દિવસમાં 57 ગણો કમોસમી વરસાદ પડ્યો

Gujarat Weather Forecast : છેલ્લા બે મહિનામાં ઠંડી હોવા છતાં ગુજરાતમાં વારંવાર માવઠું આવી રહ્યું છે. ગુજરાતમાં સતત બદલાઈ રહેલા હવામાનને કારણે હવે ચિંતા થવા લાગી છે. માર્ચ મહિનામાં આવો વરસાદ અત્યાર સુધી મારા જોવામાં નથી આવ્યો. અરબી સમુદ્ર અને અરબ સાગરનો ભેજ ગુજરાત તરફ સર્ક્યુલેટ થઇ રહ્યો છે જેનાથી વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં સર્ક્યુલેટ થતા વાદળોનો સમૂહ હિમાલયના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠાંડા પડતા અને વાદળો અથડાવવાથી કરા અને વીજ પ્રપાત થઇ રહ્યાં છે. આ વખતે કમોસમી વરસાદની શક્યતા યથાવત છે. અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના ડુંગરમાળા ઈરાન અફઘાનિસ્તાન તરફથી આવતા પવનોને અટકાવે છે. ગુજરાતને સમાંતર 1.5 ઉંચાઈએ આ ડુંગરો જયારે અરબી સમુદ્રથી આવતા પવનોને અટકાવે છે ત્યારે ગુજરાતમાં માવઠા થાય છે. પરંતું તમને ખબર નહિ હોય કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 દિવસમાં 57 ગણો કમોસમી વરસાદ પડ્યો છે. 

ગુજરાતમાં મેઘરાજા જીદે ચઢ્યા, વિદાય લેવા તૈયાર જ નથી. ગુજરાતમાં છેલ્લાં 27 દિવસમાં 57 ગણો કમોસમી વરસાદ પડ્યો છે. આ દિવસોમાં સરેરાશ 0.2 મિમીના અનુમાન સામે 11.4 મિમી વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 15.8 મિમી કમોસમી વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં 7.1 મિમી અને સૌરાષ્ટ્રમાં 7.8 મિમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 10.1 મિમી, કચ્છમાં 16 મિમી વરસાદ નોંધાયો છે. તો ડાંગમાં સૌથી વધારે 34.1 મિમી વરસાદ વરસ્યો છે.

જોકે, આટલેથી અટક્યુ નથી. માર્ચ અને એપ્રિલ મહિનો પણ ભારે રહેવાનો છે. માર્ચના છેલ્લા 3 દિવસમાં ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. માવઠાના કારણે કેરી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યમાં માવઠાથી ખેતરમાં તૈયાર પાકને મોટું નુકસાન થયું છે.

29 તારીખે આ વિસ્તારોમાં માવઠુ આવશે
ગુજરાતમાંથી હજી માવઠાની ઘાત ટળી નથી તે વિશે અંબાલાલ પટેલે આગાહી કરી કે, હજી પણ માવઠું અને હવામાનમાં પલટો આવશે. 25-26 માર્ચે દરિયામાં હલચલ જોવા મળતા ભેજની અસર પૂર્વી રાજસ્થાન સુધી રહેશે. 30-31 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં તારીખ 3 અને 8 એપ્રિલ સુધીમાં ફરી માવઠાની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ અને રાજ્યમાં તોફાની પવન સાથે માવઠું થવાની આગાહી છે. રાજસ્થાન અને હરિયાણાની આસપાસ સક્રિય સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી શનિવારે દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાયો હતો. જેની અસર હજી જોવા મળશે. આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો 3થી 5 ડિગ્રી વધી શકે છે. 

Trending news