Gujarat Heavy To Heavy Rains: આફત બનીને વરસેલા માવઠાએ અન્નદાતાની હાલ કફોડી કરી નાંખી છે. હજુ પણ આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ વધારે બગડી શકે છે. તો સરકારે નુકસાનીની વિગતો મેળવવા માટે સુચના આપી દીધી છે. ગુજરાતમાં ભરઉનાળે બેઠું ચોમાસું બેઠું છે. રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક માવઠું વરસશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની આ આગાહી તો હળવાશમાં લેતા જ નહીં! આગામી 24 કલાક આ વિસ્તારોને નીકળશે ભૂક્કા!


  • અન્નદાતા પર આફત બનીને વરસ્યો વરસાદ 

  • ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો 

  • લહેરાતો તૈયાર પાક થઈ ગયો જમીનદોસ્ત

  • ધરતીપુત્રોએ સરકાર સામે લગાવી ગુહાર 

  • સરકારે નુકસાનીની વિગતો મેળવવા આપી સુચના


રેતીનું વાવાઝોડું અને કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોની વધી ગઈ ચિંતા! હવે છે આ ખતરો


વરસાદ પડે તો આફત...ન પડે તો આફત....આખરે અન્નદાતા જાય તો ક્યાં જાય?. ધરતીપુત્રોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે કાળઝાળ ગરમીમાં વરસાદ આવશે અને એ વરસાદ તેમની બધી જ મહેનત પર પાણી ફેરવી દેશે. ખેતરમાં લહેરાતા લીલાઝમ પાકને જમીનદોસ્ત કરી નાંખશે. કલ્પના પણ નહોતી કે જે પાક માત્ર લણવાનો બાકી હતો તે બગડી જશે. આખુ વર્ષ જે તનતોડ મહેનત કરી હતી તે મહેનત પર કુદરતે મિનિટોમાં જ પાણી ફેરવી દીધું અને એવું પાણી ફેરવ્યું કે જે અન્નદાતા પોતાની મહેનતથી ખાવા માટે ટેવાયેલો છે તે જ અન્નદાતાને ફરી એકવાર સરકાર સામે મદદ માંગતો કરી નાંખ્યો છે. વિપક્ષે નુકસાનીનો જલદી સર્વે કરાવી તાત્કાલિક વળતરની માગ કરી છે. 


મોબાઈલ પર બિનજરૂરી કોલ કર્યો તો મર્યા સમજો, મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ થઈ જશો!


સમગ્ર ગુજરાતમાં થયેલી કમોસમી શ્રીકાર વર્ષાને કારણે સરકારનો કૃષિ વિભાગ એક્ટિવ થઈ ગયો છે. કૃષિ વિભાગે નુકસાનીની પ્રાથમિક વિગતો જે તે જિલ્લામાંથી માગી છે. બાગાયાતી અને ઊભા પાકમાં થયેલા નુકસાનની વિગતો જિલ્લા પાસેથી માગવામાં આવી છે. જો કે હજુ ચાર દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદ પછી નુકસાનીની તમામ વિગતો એકઠી કરીને સરકાર વળતરની કોઈ જાહેરાત કરી શકે છે.


ફાટેલી નોટ એક સાથે કયાં અને કઈ રીતે બદલી શકાય? જાણો શું છે નિયમ અને પ્રક્રિયા


તો કુદરત પણ જાણે આટલો માર ઓછો હોય તેમ વધુ માર મારવા ઉતાવડી થઈ છે. હજુ પણ રાજ્યમાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની સાથે, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 


Astrology: સવારે ઉઠીને સૌથી પહેલા જુઓ આ વસ્તુ, તમારો આખો દિવસ રહેશે શાનદાર


ક્યારે ક્યાં વરસાદ વરસી શકે છે તેની વાત કરીએ તો, 15 મેએ, મોરબી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તો 16 મેએ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.17 મેએ માત્ર દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ પડી શકે છે. વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. 


રોહિત, કોહલી કોઈ નહીં ચાલે? આ ટીમ જીતશે T20 World Cup! મહાન ક્રિકેટરની ભવિષ્યવાણી


સોમવારે ગુજરાતના 60 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નર્મદાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.જ્યારે એક વ્યક્તિનું વીજળી પડતા તો અન્ય એક વ્યક્તિનું કાચું મકાન પડતાં મોત થયું હતું. ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે કેટલું નુકસાન થયું તે હાલ જાણી શકાયું નથી. પરંતુ નુકસાન મોટા પાયે થયું છે. સાચો આંકડો તો સર્વે બાદ જ ખબર પડશે. હવે જોવાનું રહેશે કે સરકાર ક્યારે ખેડૂતોને વળતર ચુકવે છે.