શું રોહિત, કોહલી કોઈ નહીં ચાલે? ભારત નહીં આ ટીમ જીતશે T20 World Cup! મહાન ક્રિકેટરની ભવિષ્યવાણી
T20 World Cup 2024: ટી20 ક્રિકેટનો વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે રમાનાર છે. આ વર્લ્ડ કપને લઈને ટીમ ઈન્ડિયા હાલ ખુબ જ ઉત્સાહમાં છે. 50 ઓવરના વર્લ્ડ કપમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારેલી આ ટીમ હવે ટી20 વર્લ્ડ કપમાં સાતસમુંદર પાર દુનિયા જીતવા જશે. જાણો દિગ્ગજ ખેલાડીની મોટી ભવિષ્યવાણી...
Trending Photos
Viv Richards predicted winner of T20 World Cup 2024: વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન વિવિયન રિચાર્ડ્સે (Viv Richards) ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup winenr Prediction) વિશે એક આગાહી કરી છે. જો પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે એ ટીમનું નામ જાહેર કર્યું છે જે આ વર્ષે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકે છે. તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T-20 વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. હવે સવાલ એ છે કે ઘર આંગણાએ રમાઈ રહેલા વિશ્વકપને શું વેસ્ટ ઈન્ડિઝની ટીમ જીતી શકશે? પાકિસ્તાની વેબસાઈટ geosuper.tv/ પર વાત કરતી વખતે રિચર્ડ્સે T20 વર્લ્ડ કપ વિશે ભવિષ્યવાણી કરી છે. રિચર્ડ્સે સ્વીકાર્યું છે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વખતે ટી-૨૦ વર્લ્ડ કપ જીતી શકે છે.
T20 વર્લ્ડ કપ વિશે સર વિવ રિચર્ડ્સે કહ્યું, "હું ભલે પાકિસ્તાનને પ્રેમ કરું છું, પરંતુ મને લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝ પાસે આ વર્ષે એટલી સારી ટીમ છે કે તે ટાઈટલ જીતી શકે છે. અમે આશા રાખીએ છીએ કે વેસ્ટ ઈન્ડિઝ સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલમાં ઓલ રાઉન્ડર અને ટેલેન્ટથી ભરૂપૂર છે.
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો હાલમાં T20 ફોર્મેટમાં કોઈપણ ટીમને હરાવી શકે છે. અમે આશા રાખીએ છીએ કે ખેલાડીઓ ફોર્મમાં રહે અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપે અને જ્યાં સુધી તેઓ પોતાના પ્રદર્શનને વળગી રહેશે તો મને વિશ્વાસ છે કે અમે ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતી શકીશું."
T20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ- રોવમેન પોવેલ (કેપ્ટન), અલ્ઝારી જોસેફ, જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેતમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હોસીન, શમર જોસેફ, બ્રૈંન્ડન કિંગ, ગુડાકેશ મોટી, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ, શેરફેન રેધરફોર્ડ, રોમારિયો શેફર્ડ
T20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ : (T20 World cup 2024 Group)
ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ D- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે