અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લા અને 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 155 મીમી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 113 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 178 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનના સરેરાશ 91.98 ટકા વરસાદ થયો છે. જયારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 105 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 119 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં તો સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં થયો છે.


અત્રે ઉલ્લેખનીય છે આજે ફરી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના નાળ,ઠવી,ભમોદ્રા, વીરડી સહિતના વરસાદ શરૂ થઇ ગયો છે. વરસાદના પગલે સાવરકુંડલાના ઠવી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પુર આવ્યું છે. તો બીજી તરફ નવસારીમાં રાત્રે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. મોડી રાતથી નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. મંકોડીયા, જુનાથાણા, ગોલવાડ, ચારપુલ, ભારતી ટોકીઝ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. 

સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો, મુખ્યમંત્રીએ કર્યા વધામણા


જ્યારે ગઢડા તાલુકાનો કાળુભાર ડેમ ના બે દરવાજા 2-2- ફુટ ખોલવામાં આવ્યા છે. ગત સાંજના સમયે ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ૨ દરવાજા ખોલાયા હતા. આ અગાઉ થોડા દિવસ પહેલાં પણ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. કાળુભાર ડેમ ના કુલ ૧૬ દરવાજા આવેલા છે સપાટી ૫૯. ૩૬ છે. બોટાદ જિલ્લાના ગઢાળી, પ્રહલાદગઢ, રાજપીપળા તેમજ ભાવનગર જિલ્લાના ઉમરાળા, ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાલા, વાઘધરા, ચોગઠ, વલ્લભીપુર, રાજસથળી સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીનો સીધો લાભ થશે. 


હવામાન શાસ્ત્રી અંબાલાલે પણ કરી આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મમતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે અને આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દ. ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે. 

આર્થિક તંગીના આગમન પહેલાં માં લક્ષ્મી આ 4 સંકેતોથી કરે છે સચેત, આ કરો ઉપાય


અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર અને મધ્યમ ભારતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. એવામાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રી બેસવાની છે અને આ વર્ષે ચોમાસું પણ મોડું બેઠેલું છે. તેના લીધે ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ તેવી શક્યતા રહેલી છે. તેના લીધે લાગી રહ્યું છે કે, આ વખતે નવરાત્રીના નોરતાઓમાં વરસાદ વરસી શકે છે.

Stale Chapati: વાસી રોટલી ખાતા હોય તો આજે જ બંધ કરી દેજો, નહીંતર શરીરની પથારી ફેરવાઇ જશે


મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube