વરસાદી આફતે ગુજરાતમાં 130 નો ભોગ લીધો, વીજળી પડવાની ઘટનાઓ વધુ ધાતક બની
Gujarat Weather Forecast : ગુજરાતમાં વાવાઝોડાથી શરૂ થયેલુ વરસાદી તાંડવ હવે અટકવાનુ નામ નથી લઈ રહ્યું. આ વર્ષે વરસાદ આફત બનીને આવ્યો છે. જેમાં ગુજરાતમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળ પડવાની ઘટનાઓ, તથા પૂરને કારણે છેલ્લા 3 મહિનામં 130 જેટલા લોકોના મોત નિપજ્યા
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસું બેઠું તેને હજુ એક મહિનો થયો છે. ત્યારે રાજ્યમાં સીઝનનો 80 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો વરસાદ સીઝનની સરેરાશને પણ વટાવી ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત્ છે. આ બંને ક્ષેત્ર ઉપરાંત ઉત્તર ગુજરાત માટે હજુ બે દિવસ ભારે છે. ગુજરાતમાં સિઝનનો વરસ્યો 78 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં 124 ટકા તો જિલ્લાવારમાં જૂનાગઢમાં ખાબક્યો 143 ટકા વરસાદ ખાબક્યો છે. જોકે, ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ છે. આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસું પહેલાથી જ આવી ચઢેલા બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ત્યારે સરકારી આંકડા અનુસાર, રાજ્યમાં ચાલુ સીઝનમાં વરસાદ સહિતની કુદરતી આફતમાં કુલ 130 લોકોના જીવ ગયા છે.
ગુજરાતમાં વાવાઝોડાથી શરૂ થયેલુ વરસાદી તાંડવ હવે અટકવાનુ નામ નથી લઈ રહ્યું. આ વર્ષે વરસાદ આફત બનીને આવ્યો છે. જેમાં ગુજરાતમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળ પડવાની ઘટનાઓ, તથા પૂરને કારણે છેલ્લા 3 મહિનામં 130 જેટલા લોકોના મોત નિપજ્યા છે. તો 211 લોકો ઘાયલ થયા છે. માત્ર વીજળી પડવાને કારણે જ 38 લોકોના મોત નિપજ્યા છે. જેથી ગુજરાતમાં વીજળી પડવાની ઘટનાઓ પણ ઘાતક બની રહી છે.
તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી
આજનો દિવસ ગુજરાતના 11 જિલ્લાઓ માટે ભારે, જાણો ક્યાં ભારેથી અતિભારે વરસાદની છે આગાહી