ઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહી
Weather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
Gujarat Weather Forecast : રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. હજુ પણ 14 રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આણંદના આંકલાવમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો. ખેરગામમાં સવા ઈંચ, દહેગામમાં 1 ઈંચ વરસાદ નોંધાયો. વડોદરા, વાઘોડિયા, વાલિયામાં પોણો ઈંચ વરસાદ પડ્યો. તો પેટલાદ, વલસાડ, હળવદ, ગરુડેશ્વરમાં પોણો ઈંચ નોંધાયો.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
રાજ્યમાં આજે પણ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. આગામી 14 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ ઝાપટાની આગાહી છે. ઓફશૉર ટ્રફના કારણે વરસાદી માહોલ રહેશે. વરસાદને લઈ આગામી ત્રણ કલાક માટે નાવ કાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સવારે 7 થી 10 વાગ્યા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ભરૂચ,પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવા વરસાદની આગાહી છે.
કોરોના બાદ ચીન લાવ્યું દુનિયા માટે મહાભયંકર ખતરો, ફરી સંકટમાં મૂકાશું આપણે
ક્લાયમેટ ચેન્જની ગુજરાતની વરસાદી પેટર્ન પર મોટી અસર
ક્લાયમેટ ચેન્જના કારણે ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ એટલે કે સતત 8 ઈંચથી વધુ વરસાદ પડવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ પડવાની પેટર્ન બદલાઈ છે. જ્યાં પડે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં જરાય નથી પડતો. તાપમાન અને પવનની પેટર્નમાં થયેલા ફેરફારની અસર પડી છે. વરસાદની નબળી પેટર્ન માટે આ તમામ પરિબળો જવાબદાર છે. ક્લાઈમેટ ચેન્જના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. જો આવી સ્થિતિ રહી તો આ વિસ્તારોમાં આગામી સમયમાં પૂર આવવાની શક્યતા વધી જશે. એકસાથે પડતો ભારે વરસાદ ખેતી પાકને પહોંચાડી રહ્યો છે નુકસાન
15 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
હું અને ઐશ્વર્યા તલાક લઈ રહ્યાં છે... બચ્ચન પરિવારમાં છુટાછેડાની અફવા વચ્ચે મોટુ થયુ
ક્યાં ક્યાં વરસાદ આવશે
અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. તો વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમા ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા, તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.
તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.
PM ને રાખડી બાંધવા દિલ્હી જશે પાકિસ્તાની કમર શેખ, 30 વર્ષ પહેલા બન્યા ધર્મના બહેન