સાવધાન... જૂનનુ પહેલુ અઠવાડિયું કાઢવુ મુશ્કેલ બનશે, ચોમાસા પહેલા કરાઈ ગરમીની આગાહી
Gujarat Monsoon Update : હાલ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેથી ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ મોટાપાયે જોવા નહિ મળે
અર્પણ કાયદવાલા/અમદાવાદ :કેરળમાં ચોમાસું બેસી ગયું, જેને કારણે હવે ગુજરાતમાં પણ જલ્દી વરસાદની આશા બંધાઈ. કેરળમાં ચોમાસુ બેસી જવાથી હરખાઈ જવાની જરૂર નથી. કારણ કે, ગુજરાતમાં ચોમાસુ આવતા પહેલાની ગરમી તમને તોબા પોકારી દેશે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 2 દિવસ તાપમાન કોઈ મોટો ફરક નહિ પડે. 1 જૂન થી તાપમાનમાં સામાન્ય વધારો થશે.
હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી
દક્ષિણ-પશ્ચિમ ચોમાસા મામલે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, કેરળમાં ચોમાસાનું આગમન થયું છે, જે કર્ણાટક સુધી પહોંચતા 4 દિવસ થશે. કર્ણાટક બાદ મહારાષ્ટ્ર સુધી પહોંચે તે બાદ ગુજરાત અંગેની માહિતી આપવામાં આવશે. હાલ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે, હાલ કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી. હાલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ મોટાપાયે જોવા નહિ મળે.
આ પણ વાંચો : IPL ની વિનર ટીમ આજે અમદાવાદના રસ્તા પર જીતનો જશ્ન મનાવશે, ભવ્ય રોડ શો નીકળશે, CM પણ જોડાય તેવી શક્યતા
દરિયો તોફાની બનશે
જોકે, એક તરફ ગુજરાતમાં ભલે વરસાદ ન હોય, પરંતુ દરિયો તોફાની બનવાની શક્યતા છે. દ્વારકાના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. આગામી 5 દિવસ સુધી 40-60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઓખા, સલાયા સહિતના માછીમારોને આપવામાં સૂચના અપાઈ છે. દરિયામાંથી માછીમારોને પરત લાવવા કામગીરી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો :