IPL ની વિનર ટીમ આજે અમદાવાદના રસ્તા પર જીતનો જશ્ન મનાવશે, ભવ્ય રોડ શો નીકળશે, CM પણ જોડાય તેવી શક્યતા

IPL 2022 Final : આજે વિનિંગ ટીમનો અમદાવાદના પકવાનથી આશ્રમ રોડ સુધી રોડ શો યોજાશે. રોડ શોમા ગુજરાત ટાઇટન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિતની આખી ટીમ જોડાશે. આ રેલી સાંજે 5 વાગ્યા પછી નીકળી શકે છે

IPL ની વિનર ટીમ આજે અમદાવાદના રસ્તા પર જીતનો જશ્ન મનાવશે, ભવ્ય રોડ શો નીકળશે, CM પણ જોડાય તેવી શક્યતા

ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત ટાઈટન્સની ટીમે આઈપીએલ 2022ની ફાઈનલમાં શાનદાર જીત મેળવી છે. ગુજરાતનો ક્રિકેટર હાર્દિક પંડ્યા સમગ્ર આઈપીએલમાં હીરો બનીને ઉભર્યો છે. આઈપીએલમાં પહેલીવાર ડેબ્યુ કરનાર ટીમ ટ્રોફી લઈ જાય તે કોઈ સામાન્ય વાત ન કહેવાય. ત્યારે ગુજરાતમાં આ જીતનો જશ્ન મનાવવામાં આવશે. અમદાવાદના રસ્તા પર આજે આઈપીએલની વિનર ટીમ ઉતરશે. આઇપીએલ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સની જીત બાદ ટીમનો આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો નીકળવાનો છે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી પણ રોડ શોમાં જોડાય તેવી શક્યતા છે. 

ગુજરાત ટાઈટન્સની જીત પર ગુજરાતમાં અનેરો ઉત્સાહ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સને ચિયર અપ કરવા મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા હતા. આખુ સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયુ હતુ. ત્યારે દર્શકોને હવે આ ટીમ અમદાવાદના રસ્તા પર જોવા મળશે. હાર્દિક પંડ્યા સહિતની આખી ટીમનો ભવ્ય રોડ શો અમદાવાદમાં નીકળશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આજે વિનિંગ ટીમનો અમદાવાદના પકવાનથી આશ્રમ રોડ સુધી રોડ શો યોજાશે. રોડ શોમા ગુજરાત ટાઇટન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિતની આખી ટીમ જોડાશે. આ રેલી સાંજે 5 વાગ્યા પછી નીકળી શકે છે. પકવાન ચાર રસ્તાથી આશ્રમ રોડ સુધી લગભગ 8 કિલોમીટરનો રુટ છે, જેના પર રોડ શો નીકળશે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો, ગુજરાતી સેલિબ્રિટીઝ અને રાજકીય નેતાઓ સામેલ થઈ શકે છે.  

No description available.

અમદાવાદમાં વિનર ટીમના રોડ શોમા સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાઇ શકે છે. હાલ રોડ શો અંગે અમદાવાદ શહેર પોલીસ પાસે પરવાનગી માંગવામાં આવી છે. તેમજ રોડ શો કેવી રીતે, ક્યાંથી નીકળે તે અંગે રૂપરેખા તૈયાર થઈ રહી છે. રોડ શોના સમગ્ર રુટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવશે. 

રોડ શોના પ્લાનિંગ અંગે હાલ સક્ટર-1 જેસીપી રાજેન્દ્ર અસારી, ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાન અધિકારીઓની મીટિંગ યોજાઈ છે. જેમાં રોડ શોની રૂપરેખા તૈયાર થશે. રોડ શોમાં જેસીપીથી લઈને કોન્સ્ટેબલ સુધીનો પોલીસનો કાફલો બંદોબસ્તમાં તૈનાત રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news