ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશના ટોચના ઉદ્યોગપતિ સામે બળાત્કારની ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો છે. આ ફરિયાદ એક જાણીતી અભિનેત્રી દ્વારા કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. અભિનેત્રી બોલીવુડની અને સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. એટલું જ નહીં આ અભિનેત્રી મૂળ ગુજરાતી અને અમદાવાદની વતની હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. વાત એવી પણ જાણવા મળી છેકે, સમગ્ર મામલામાં ઢાંકપીછોડો કરવા માટે પહેલાં તો મુંબઈ પોલીસે ફરિયાદ ન લીધી, બાદમાં અભિનેત્રીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરતા બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ એફઆઈઆર કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના ટોચના ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે બળાત્કારની ફરિયાદ:
બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ દેશના ટોચના ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદની એક્ટ્રેસ પર આ ઉદ્યોગપતિએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરાઈ છે. જેએસડબલ્યુ સ્ટીલના મેનેજિંગ ડાયરેકટર (એમડી) સજજન જિંદાલ વિરૂટ મુંબઈનાં બાંદરા-કુર્લા કોમ્પલેક્સ પોલીસ મથકે ફરિયાદના આધારે બળાત્કારનો આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, આ સમગ્ર મામલાને સજ્જન જિંદાલે ખોટો ગણાવ્યો છે. જિંદાલે જણાવ્યું છેકે, મારી સામે કરવામાં આવેલી ફરિયાદ સાવ પાયાવિહોણી અને ખોટી છે. હું પોલીસને તપાસમાં તમામ પ્રકારે સહકાર આપવા માટે તૈયાર છું.


અમદાવાદની ૩૦ વર્ષીય અભિનેત્રીને લગ્નના સ્વપ્ન દાખવી, બંગલો અને કાર આપવાની તથા બિઝનેસ સેટ કરવાની ઓફર આપીને જિંદાલે તેની જાતીય સતામણી કરી હોવાનું કહેવાય છે. પોલીસે કરિયાદ ન લેતાં પીડીતાએ બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી હતી. છેવટે કોર્ટના હસ્તક્ષેપ બાદ ઉદ્યોગપતિ જિંદાલ સામે એફઆઈઆર કરવામાં આવી. આ મામલામાં પોલીસ બહુ જલ્દી જિંદાલને પૂછપરછ માટે બોલાવી શકે છે. એફઆઈઆરમાં આપેલી વિગતો મુજબ ઓક્ટોબર, 2021માં પીડિતા દુબઈમાં ઈન્ડિયન પ્રીમીયરક લીગ એટલેકે, આઈપીએલની મેચ જોવા ગઈ હતી. ત્યારે તે ઉદ્યોગપતિ સજ્જન જિંદાલના સંપર્કમાં આવી હતી. 


બેબી, બેબ્સ કહીને મેસેજીસ કરતા હતા ઉદ્યોગપતિઃ
ફરિયાદમાં પીડિતાએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છેકે, સજજ્ન જિંદાલ સાથે તે પ્રેમ સંબંધમાં હતી. સજ્જન જિંદાલે લગ્નની લાલચ આપીને તેની સાથે અનેકવાર જાતિય શોષણ કર્યું હતું. સજ્જન જિંદાલને હોટ હસીનાઓ પસંદ હતી. જિંદાલ તે અભિનેત્રીને બેબી, બેબ્સ કહીને મેસેજ કરતા હતા. એટલું જ નહીં તે વારંવાર ફોન પર તેને જુના ફોટા અગાઉ લીધેલી તસવીરો બતાવીને બ્લેકમેઈલ કરતા હતા. અને ઈચ્છા થાય ત્યારે ફોન કે મેસેજ કરીને આંતરવસ્ત્રોમાં તો ક્યારેક અભિનેત્રીના નગ્ન ફોટા મોબાઈલમાં મંગાવતા હતાં. 


ભારતમાં લગ્ન શક્ય નથી, પરદેશમાં વસવાટની ઓફર આપીઃ
અભિનેત્રીએ એફઆઈઆરમાં એવો પણ ઘટસ્ફોટ કર્યો છેકે, જિંદાલે તેને લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર કર્યો છે. એટલું જ નહીં જિંદાલે તેનં એવું કહીને ફોસલાવી હતીકે, ભારતમાં લગ્ન કરવા શક્ય નથી. આપણે વિદેશમાં જઈને સાથે રહીશું. આવી ઓફર આપીને પણ તેને છેતરી હતી.