ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા એક બાદ એક વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટુરિઝમ સેક્ટરને વેગ આપવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એજ કારણ છેકે, ગુજરાતમાં કચ્છ કાર્નિવલ, કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હાલ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો માટે રાખવામાં આવી છે એક ખાસ સરપ્રાઈઝ. એક એવું જાદુઈ ગાર્ડન જેને જોઈને નાના મોટા સૌ કોઈ થઈ જાય ખુશખુશાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલાં ફ્લાવર શોમાં હાલ રોજ માય નહીં એટલું પબ્લિક ઉમટી રહ્યું છે. ગાર્ડનમાં દર વર્ષે અલગ અલગ થીમ પર ફ્લાવર સેટ કરીને ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે આવખતે રિવરફ્રન્ટ એક એવું નજરાણું ઉભું કરાયું છે જેને જોવા સૌ કોઈ ઉમટી રહ્યાં છે. ખાસ કરીને બાળકો માટે આ નજરાણું એક ખાસ સંભારણું બની રહેશે. અહીં વાત થઈ રહી છે રિવરફ્રન્ટ ખાતે બનાવાયેલાં સ્પેશિયલ ગાર્ડનની. જયાં ફોટોગ્રાફી કરવામાં અને રિલ્સ બનાવવામાં પણ નાના મોટા સૌ કોઈને રસ પડે છે.


રિવરફ્રન્ટમાં મેજિક ગાર્ડનની મોજઃ
રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર ગાર્ડનમાં તૈયાર કરાયો એક જાદુઈ બગીચો અહીં તમે આ મેજિક ગાર્ડનની મોજ માણી શકશો. નાના બચ્ચાઓથી માંડીને મોટેરા દરેકને આ ગાર્ડન ખુબ ગમશે. આ બગીચો એટલે કે ફેરિટેલ ગાર્ડન. જેમાં નાના પ્લોટમાં જીવંત છોડ, ફ્લો, મશરૂમ, નાની મૂર્તિઓ, ફર્નિચર, ફુવારા અને હિંચકા જેવી નાની-નાની એકબીજાને અનુરૂપ વસ્તુઓ મુકાઈ છે. આ ગાર્ડનમાં ખાસ કરીને ફૂલોવાળા છોડ, ઘરમાં ઉગાડતા છોડ અને વધુમાં વધુ પાંદડાં હોય તેવા છોડ વાવવામાં આવે છે. બોન્સાઈ અને સુક્યુલન્ટ્સનો પણ ઉછેર કરાયછે. 


કેમ સ્પેશિયલ છે આ ગાર્ડન?
ફેરિટેલ ગાર્ડનના ઘણાં ફાયદા છે. ખાસ કરીને બાળકોને પ્રકૃતિ સાથે જોડવા માટે આ ગાર્ડન સૌથી ઉત્તમ ગણાય છે. બાળકોની કલ્પનાને સુંદર બનાવવા માટે આખે આખું ગાર્ડન એક ટાઉનશીપ હોય તે પ્રકારે ડેવલપ કરવામાં આવે છે. જેમાં બાળકોને બગીચાનું કામ પણ સરળતાથી શીખવી શકાય છે. 


રિવરફ્રન્ટમાં બનાવાયું ટેરેરિયમ:
ફેરિટેલ ગાર્ડનની બાજુમાં ટેરેરિયમ પણ ઊભું કરાયું છે. ટેરેરિયમ એટલે કે બંધ અથવા ખુલ્લા કાચના પાત્રવાળું પ્રકૃતિ ચિત્ર હોય છે. ખુલ્લા ટેરેરિયમ અને ડીશ બગીચાઓની સરખામણીમાં બંધ ટેરેરિયમમાં કન્ટેનરમાં છોડ રોપ્યા પછી જાળવણી માટે ઓછી મહેનતની જરૂર પડે છે. ટેરેરિયમમાં પણ ઘરમાં ઉગાડાતા છોડ ઉપરાંત ફન અને વામન પામ ઉછેરવામાં આવે છે.