Gujarat RTO:  જો તમે પણ ડ્રાવિંગ લાઈસન્સ કઢાવવા માટે આરટીઓની કચેરીએ જવાના હોવ તો ધક્કો ના ખાતા, કારણકે, ત્યાંથી તમારે નિરાશ થઈને પરત આવવું પડશે. આ વાત માત્ર કોઈ એક શહેર પુરતી સિમિત નથી. આગામી બુધવાર સુધી ગુજરાતના તમામ આરટીઓની આજ દશા રહેવાની છે. કારણકે, આરટીઓનું સર્વર ફરી ડાઉન થઈ ગયું છે. અથવા એમ કહો કે, આખે આખા ગુજરાતની આરટીઓ કચેરીઓનું તંત્ર ખાડે ગયું છે તો પણ અતિશ્યોક્તિ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યની આરટીઓ કચેરીમાં બુધવાર સુધી સર્વર બંધ રહેવાથી પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં લેવાય. ગુરુવાર સુધીમાં સર્વર ચાલુ થશે તો જ ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકાશે. તમામ એપોઈન્ટમેન્ટ રિસિડયુઅલ કરી દેવાઈ છે. પાંચ દિવસ સુધી સર્વર બંધ રહેવાની પ્રથમવાર ઘટના બની છે. હજી પણ અનિશ્ચિતા હોવાથી અરજદારો અટવાઈ પડયા છે. અંદાજે ૫૦ હજારથી વધુ લોકોને સીધી અસર થઇ છે.


અરજદારોએ કહ્યું કે, ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. જે લોકોના કાચાં લાઇસન્સની સમય મર્યાદા પૂરી થઇ ગઇ છે, તેવા લોકો હવે રિન્યુ કરાવવા દોડી રહ્યા છે. પરંતુ વિભાગ તરફથી અગાઉની જેમ અત્યારથી જ તમામ એપોઈન્ટમેન્ટની સાથે એક્ષ્પાયર થયેલા કાચાં લાઈસન્સ પણ રીન્યુ કરી આપવાની જાહેરાત કરવી જોઈએ, જે નહીં કરાતા આરટીઓના વાંકે લોકોને બિનજરૂરી ખર્ચ કરવો પડે છે. કમિશનર કચેરીએ પણ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી.


બીજીતરફ ડ્રાઇવિંટા ટેસ્ટની એપોઈ ન્ટમેન્ટ લઈને બેઠેલા લોકોને બહારગામ જવું હોય તો પણ જઈ શક્તા નથી. સર્વરની સમસ્યા અંગે અધિકારીઓ માત્ર ટેકનિકલ કારણ આપે છે. પરંતુ હકિકત કંઈ અલગ જ હોવાનું મનાય છે. હવે બુધવાર રાતે સર્વર ચાલુ થશે તો જ ગુરુવારે ડ્રાઇવિંગ ટેસ્ટ લઇ શકાશે. જોકે ગુરુવારે પણ સર્વર ખોટવાશે કે નહીં તેની કોઈ ગેરંટી જણાતી નથી.


સારથિ એપમાં ટેસ્ટ ટ્રેકમાં કામગીરી બંધ રહેશે: વાહનવ્યવહાર કમિશનર કચેરી
રાજ્યના આરટીઓ-એઆરટીઓ કચેરીઓ ખાતેના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને ભારત સરકારના પરિવહન પોર્ટલના સારથી એપ્લિકેશન વચ્ચે સંકલનમાં ટેકનિકલ ખામી ઉદ્દભવવાને કારણે હાલ સેવાઓ પ્રભાવિત થઇ છે. તમામ અરજદારોની ટેસ્ટ એપોઇન્ટમેન્ટ અન્ય દિવસ માટે પુનઃ આયોજિત કરાઇ છે. સમસ્યાના જલદી સમાધાન માટે એનઆઇસી ટીમ સતત પ્રયત્નશીલ છે. અરજદારોને અસુવિધા બદલ ખેદ છે.