• કંપારી છુટી જાય એવી ઘટના સામે આવી

  • માતા-પિતાએ ખાસ ચેતી જવાની જરૂર

  • એક જ પરિવારના 4 બાળકોના મોત

  • રમતા રમતા કારનો દરવાજો થઈ ગયો બંધ

  • ગુંગળાઈ જવાથી એક 4 બાળકોના મોત


Breaking News: અમરેલીમાં બનેલો આ કિસ્સો માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. નાના બાળકો રમત રમી રહ્યાં હતાં. રમતા રમતા બાળકોના હાથમાં કારની ચાવી આવી જાય છે. ચાવી થી કારનો દરવાજો ખોલીને બાળકો અંદર બેસીને રમી રહ્યાં હોય છે. દરવાજો બંધ થઈ જાય છે અને બાળકોનો શ્વાસ રૂંધાઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના ક્યા બહારગામમાં નહીં પરંતુ ગુજરાતમાં જ ઘટી છે. ગુજરાતના અમરેલી જિલ્લામાં આ ઘટના બની છે. જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી 4 બાળકોના મોત થયા છે. બાળકો રમતા રમતા કારમાં પહોંચી ગયા હતા. કારનો દરવાજો લોક થઈ ગયો અને બાળકો બહાર જ ના નીકળી શક્યા. મધ્યપ્રદેશના પરપ્રાંતી પરિવારના 4 બાળકોના મોત થયા છે. એક જ પરિવારના 2 દીકરી અને 2 દીકરાના ગૂંગળાઈ જવાથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો પોલીસે નોંધ્યો છે.


તમારા બાળકો પણ કારમાં બેસીને મસ્તી કરતા હોય કે તમે બાળકોને કારમાં બેસાડી આવું છું કહીને નીકળતા હો તો દિવાળી ટાણે એક ભયંકર દુર્ઘટના સામે આવી છે. જે કારચાલકો માટે એલર્ટ સમાન છે. અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી 4 બાળકોના મોત થયા છે. રમત રમતમાં બાળકો ચાવીથી કાર ખોલી અંદર બેસી ગયા હતા. જે બાદ કાર થોડીવારમાં ઓટો લોક થઈ ગઈ હતી. જેના કારણે કારમાં જ ગૂંગળાઈ જવાથી તમામ બાળકોના મોત થયા છે. માતા-પિતા ઘરે ન હોવાથી ભૂલકાં રિબાઈ રિબાઈને મોતને ભેટ્યા હતા. તમારા ઘરે પણ કાર પડી રહેતી હોય તો સાવચેતી રાખવાની અતિ જરૂર છે. 


કેવી રીતે બની હતી ઘટના?
રમતા રમતા બાળકો કારમાં બેઠા
અંદરથી કારનો દરવાજો થઈ ગયો લોક
ગુંગળાઈ જવાથી તમામના મોત


પ્રાપ્ત માહિતી મુજબ બાળકો બહાર ખુલ્લામાં રમી રહ્યાં હતાં. રમતા રમતા બાળકો નજીકમાં પડેલી કારમાં રમવા પહોંચી જાય છે. રમતા રમતા બાળકો ચાવીથી ખોલી કારમાં બેસી ગયા હતા. જે બાદ કાર લોક થઈ ગઈ હતી. જેથી કાર ના દરવાજા ન ખુલતા ગૂંગળાય જવાના કારણે તમામ બાળકોના મોત થયા છે. માતા-પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. જે બાદ આ ઘટના બની હતી.


પોલીસે શું કહ્યું? 
ઘટના અંગે પોલીસે જણાવ્યુંકે, અમરેલીના રાંઢીયા ગામમાં ભરતભાઈ માંડાણીના ખેતરમાં ખેત મજૂરી કરતાં મધ્યપ્રદેશના સોબીયાભાઇ મછારને સાત બાળકો છે. ગત બે તારીખ અને શનિવારના રોજ સોબીયાભાઇ અને એમના પત્ની ખેત મજૂરી કરતાં હતા. જ્યારે એમના બાળકો ઘરે હતા. તે દરમિયાન વાડી માલિકની આઈ-20 કારને ચાવીથી ખોલીને એમના ચાર બાળકો રમવા ગયા હતા. આ દરમિયાન કાર લોક થઇ ગઇ હતી. સાંજે એમના માતા-પિતા ખેત મજૂરી કરીને ઘરે આવ્યાં. એ સમયે તેમણે બાળકોની શોધ કરી તો બાળકો બહાર પડેલી કારમાં હતા. ગુંગળાઈ જવાને કારણે ચાર બાળકોના મોત નિપજ્યાં હતાં.