કૂતરું મરતા જ ધરતીમાં સમાઈ ગયા માતાજી! ત્યારથી જાગબાઈના મંદિરે જામે છે મેળો, ઓરતા પુરા કરાવે છે શ્વાન
ગુજરાતનું અનોખુ શ્વાન મંદિર! ગીર સોમનાથના વડનગર ગામે આવેલું છે એક શ્વાનનું અનોખુ મંદિર. અહીં દૂર દૂરથી લોકો શ્વાન દેવના દર્શન કરવા આવે છે. અહીં જાગબાઈ માતાનું મંદિર છે. દિવસ દરમિયાન અહીં ઢગલાબંધ શ્વાન આવતા હોય છે. અનેક લોકો અહીં માનતા રાખે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આમ તો તમે અનેક પ્રકારના મંદિરો જોયા હશે. કહેવાય છેકે, શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર છે. ત્યારે આ આર્ટિકલમાં વાત કરીશું એવા જ એક અનોખા મંદિરની. ગુજરાતમાં આવેલું છે આવું જ એક અનોખું મંદિર. જ્યાં દેવી-દેવતા નહીં પણ ભગવાન તરીકે પુજાય છે એક શ્વાન. ત્યાં માતાજીનું એક મંદિર તો છે પણ અહીં માતાજી પહેલાં પણ કરવામાં આવે છે શ્વાનની પુજા. કહેવાય છેકે, શ્વાને અહીં સમાધી લીધી હતી, જ્યારે ત્યાર બાદ માતાજી પણ અહીં જ ધરતીમાં સમાઈ ગયા હતા. આ કહાની છે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાની.
ગીર સોમનાથના વડનગર ગામે આવેલું છે એક શ્વાનનું અનોખુ મંદિર. અહીં દૂર દૂરથી લોકો શ્વાન દેવના દર્શન કરવા આવે છે. અહીં જાગબાઈ માતાનું મંદિર છે. દિવસ દરમિયાન અહીં ઢગલાબંધ શ્વાન આવતા હોય છે. અનેક લોકો અહીં માનતા રાખે છે. કોઈને શ્વાન કરડિયો હોય કે પછી કોઈના ઢોર-ઢાખર બીમાર હોય તો પણ તે અહીં આવતાની સાથે ઠીક થઈ જાય છે. ઘણાં લોકો માનતા પુરી થયા પછી પણ અહીં આવતા હોય છે. માતાજીની ખીરપુરીની માનતા રાખવામાં આવે છે. નાના બાળકોની તંદુરસ્તી માટે અહીં માનતા રાખવામાં આવે છે.
આ એક પૌરાણિક સ્થળ છે. જાગબાઈ માતાનો આશ્રમ છે. જાગબાઈ માંની સાથે આવેલાં ભૈરવ સ્વરૂપ શ્વાનનું અહીં સત થઈ ગયું છે. તેમનું મંદિર પણ અહીં પુજાય છે. શ્વાન દેવનું અહીં મંદિર આવેલું. વર્ષો પહેલાં પશુઓનો ઘાસચારો મેળવવા માટે ચારણ માતાજીએ પોતાના શ્વાનને વેપારી પાસે ગીરવે મુક્યો હતો. એક દિવસ એ જ વેપારીના ઘરે ચોરી થાય છે. ત્યારે એ જ શ્વાન વેપારીને ચોરી કોણે કરી છે તેની ભાળ અપાવે છે. વેપારીનો ચોરાયેલો માલ પરત મળી જાય છે. માતાજીને નૈવેદ કરતા પહેલાં અહીં શ્વાનની પુજા કરવામાં આવે છે. ઘણાં લોકોની માનતા પુરી થાય છે. જાગબાઈ માતાનો આશ્રમ આવેલો છે. જાગબાઈની સાથે ભૈરવ નામના એક શ્વાનની કથા પણ જોડાયેલી છે.
વેપારી શ્વાનના ગળામાં ચિઠ્ઠી બાંધીને તેને છોડી મુકે છે. વેપારીએ ચિઠ્ઠીમાં લખ્યું હોય છે તમામ કરજ માફ. ચારણ માતાજીથી વેપારીને આપવા માટે કરજની રકમ જમા કરીને ડુંગર પરથી નીચે ઉતરીને આવી રહ્યાં હોય છે. પણ ત્યાં તો એમને રસ્તામાં જ સામે એમનો પાળેલો શ્વાન મળ્યો. જેનું નામ હતું ભૈરવ. શ્વાન પરત આવતો હોય છે અને માતાજી વેપારીનું કરજ ચુકવવા જતા હોય છે. માતાજી રસ્તામાં સામેથી શ્વાનને આવતો જોઈને ગુસ્સે થાય છે. માતાજીને એવું લાગે છેકે, આ શ્વાને તેમના વચનની આન ન રાખી અને શ્વાન વેપારીના ત્યાંથી ભાગીને આવી ગયો. એવું સમજીને માતાજી ગુસ્સામાં શ્વાનને ત્યાં જ શ્રાપ આપી દે છે. વચનની લાજ ન રાખવાનું કહીને શ્રાપ આપતા શ્વાનને ત્યાં જ પોતાનો દેહ ત્યાગી દીધો હતો.
ત્યાર બાદ ચારણ આઈએ પોતાના શ્વાનના ગળામાં લટકતી શેઠે લખેલી ચિઠ્ઠી વાંચી. એ જોતાની સાથે જ માતાજી ખુબ દુઃખી થયા. તુરંત જ માતાજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. અને પોતાના પ્રિય શ્વાનના દેહ ત્યાગ બાદ માતાજી પોતે પણ પોતાનો દેહ છોડી મુકે છે. થોડીવારમાં જોતજોતામાં માતાજી પણ ધરતીમાં સમાઈ ગયા. એવું કહેવાય છેકે, ત્યારથી અહીં માતાજીની પુજા પહેલાં શ્વાનની પુજા થાય છે. કોઈપણ વ્યક્તિ આવે તે સૌથી પહેલાં શ્વાન દેવની પુજા કરે છે. અને રોજ ઢગલાબંધ શ્વાન આવે છે પણ ક્યારેય કોઈને કરડતા નથી. તેથી જ શ્વાન દેવ સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)