`મેં ટિકિટ માંગી નથી, હું લોકસભા લડવાનો નથી`, રૂપાલાનું નામ જાહેર થયા બાદ રૂપાણીનું નિવેદન ચર્ચામાં
Lok Sabha Election 2024: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન ચર્ચામાં છે. રાજકોટની બેઠક પરથી વર્તમાન સાંસદ મોહન કુંડારિયાનું પત્તુ કાપીને આ વખતે ભાજપે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. એવામાં રાજકોટનું હોમ ગ્રાઉન્ડ ધરાવતા પૂર્વ સીએમ રૂપાણીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.
Lok Sabha Election 2024: આજે મહાશિવરાત્રીના પર્વ પર સૌ કોઈ મહાદેવની પુજા અર્ચના અને દર્શન કરી રહ્યાં છે. સૌ કોઈ મહાદેવના આર્શીવાદ લઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ ખાતે ભોળનાથના દર્શન કર્યા હતા. જ્યાં તેમણે મહાશિવરાત્રી નિમિત્તે પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટો ઘટસ્ફોટ કર્યો હતો.
લોકસભા ચૂંટણીએ શું કહ્યું?
મહાદેવ નો આજે ખાસ દિવસ એટલે કે મહા શિવરાત્રી છે જેને લય સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોચ્યાં છે અને લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. બીજી તરફ રાજ્યનાં પૂર્વ સીએમ પણ સોમનાથ પહોંચ્યા છે. પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ દર્શના પહેલા મીડિયા સાથે કરી વાત કરતા કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમા 400 પાર થાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રૂપાણીનું નિવેદન ચર્ચામાંઃ
ઉલ્લેખનીય છેકે, અગાઉ એવી પણ ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થતી હતી કે, રૂપાણીને પાર્ટી રાજ્યસભામાં લઈ જશે. એટલું જ નહીં વિજય રૂપાણીને રાજ્યસભામાંથી સાંસદ બનાવીને તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવા સુધીના પડ઼ીકા ફરતા થયા હતા. ત્યાર બાદ લોકસભાની વાર્તા ચર્ચામાં આવી હતી. જેમાં ફરી એકવાર તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવાની વાતો ચર્ચાઈ હતી. આ વખતે લોકોએ તેમને રાજકોટથી ભાજપ ટિકિટ આપશે તેવી વાતો વહેતી કરી હતી. જોકે, રાજકોટની બેઠક પર ભાજપે રૂપાલાનું નામ જાહેર થતાં જ તમામ ચર્ચાઓનો અંત આવી ગયો છે. રૂપાણી પણ હવે કદાચ સમજી ગયા હોય કે પાર્ટી તરફથી તેમને જે કંઈ મળવાનું હતું એનાથી વધારે મળી ચુક્યું છે. કારણકે, સીએમ પદ છોડતી વખતે રૂપાણીએ પોતે જ કહ્યું હતુંકે, મને મારા અંદાજા કરતા પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે. મારે કંઈ માંગવાનું માંગવું પડ્યું જ નથી.