Amreli News: ભાઈબીજના દિવસે અમરેલીમાં BJP ના મહિલા નેતાની હત્યાથી ચકચાર, પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ભાઈબીજના દિવસે જ હત્યા કરવામાં આવી છે.
કેતન બગડા, અમરેલી: અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ભાઈબીજના દિવસે જ હત્યા કરવામાં આવી છે. મધુબેન જોષીના પુત્ર અને એડવોકેટ રવિ જોશી ઉપર પણ જીવલેણ હુમલો થયો છે. મધુબેન જોશીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યાં છે.
મળતી માહિતી મુજબ આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. હુમલો કયા કારણસર થયો તે પોલીસ તપાસ બાદ સામે આવી શકશે.