ગૌરવ દવે, રાજકોટઃ એકતરફી પ્રેમમાં પાગલ બનીને યુવતીઓને નુકસાન પહોંચાડતા રોમિયો ચેતી જશો. કારણકે, કાયદો કડક હાથે આવા આરોપીઓ સાથે કામ લઈ રહ્યો છે. કાયદો કોઈને છોડતો નથી. રાજકોટના સૃષ્ટી રૈયાણી હત્યા કેસમાં કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે એકતરફી પ્રેમમાં પાગલ આરોપી જયેશ સરવૈયાને ફાંસીને સજા સંભળાવી છે. સજા સંભાળવતાની સાથે કોર્ટ પરિસરમાં લોકોનો જમાવડો વધવા લાગ્યો હતો. પોલીસે આરોપીને કોર્ડન કરીને લઈ જવાની ફરજ પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી જયેશ સરવૈયાને કોર્ટે સૃષ્ટી મર્ડર કેસમાં ફાંસીની સજા ફટકારી છે. પોક્સો કેસમાં 3 વર્ષની સજા, 2500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. હત્યાના પ્રયાસમાં 10 વર્ષની સજા, 5 હજારનો દંડની જોગવાઈ છે. ઉલ્લેખનીય છેકે, એક તરફી પ્રેમમાં આરોપીએ સૃષ્ટીની કરી હતી હત્યા. આરોપીએ છરીના 34 ઘા મારી સૃષ્ટીની હત્યા કરી હતી. સુરતના ગ્રીષ્મા મર્ડર કેસના થોડા સમય બાદ જ રોજકોટમાં સૃષ્ટીની હત્યાનો એ જ પ્રકારનો કેસ સામે આવ્યો હતો. સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં પણ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.


શું હતો સમગ્ર મામલો?
16 માર્ચ 2021 ના રોજ જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણી નામની ધોરણ 11 માં અભ્યાસ કરનારી વિદ્યાર્થીને જયેશ ગીરધર સરવૈયા નામના વ્યક્તિ દ્વારા છરીના 34 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા. તો સાથે જ સૃષ્ટિના ભાઈ હર્ષને પણ છરીના પાંચ જેટલા ઘા ઝીંકવામાં આવતા તે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી નીકળ્યો હતો. જેના કારણે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. સૃષ્ટિ રૈયાણીની હત્યા કર્યા બાદ જયેશ ગીરધર સરવૈયા લોહીવાળા કપડાં તેમજ હત્યા કરેલી છરી સાથે ભર બજારેથી નીકળ્યો હતો.