અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદના એસ.જી.હાઈવે. એવો કમકમાટી ભર્યો અકસ્માત થયો જેણે 9 લોકોના જીવ લઈ લીધાં. જેમાં એક પોલીસકર્મી  અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સવાલ એ થાય છેકે, 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર શખ્સ કોણ છે? સવાલનો જવાબ જાણવા ઝી24કલાકની ટીમે પ્રયાસ કર્યો તો થયો સનસનીખેજ ખુલાસો. આ શખ્સ એક મોટા ઘરનો નબીરો હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માત કરનાર યુવક ગોતા વિસ્તારના કુખ્યાત વ્યક્તિનો દીકરો હોવાની માહિતી સામે આવી છે. ગોતાના પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે. કાર ચલાવનાર યુવકનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. તથ્ય ખુબ મોટા ધનાઢ્ય ઘરનો નબીરો છે. તેના પિતા અમદાવાદના ગોતા વિસ્તારમાં એક નામચીન માણસ છે. તે પોલીસથી લઈને રાજનીતિના લોકો જોડી મોટી વગ ધરાવે છે.


 



એટલું જ નહીં અકસ્માત કરનાર શખ્સ અંગે વધુ એક સનસનીખેજ ખુલાસો પણ થયો છે. જેમાં સામે આવ્યું છેકે, એસજી હાઈવે પર 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ નામનો નબીરો અગાઉ ગેંગરેપ કેસમાં પણ સામેલ હતો. વર્ષ 2020 રાજકોટ ગેંગરેપ કેસમાં આ નબીરાનો પિતા એટલેકે, પ્રજ્ઞેશ પટેલ સામેલ હોવાની વિગતો પણ સામે આવી છે. એટલે કહી શકાય કે, બાપાની કરતૂતોને કારણે દિકરામાં પણ કાયદાનો ડર રહ્યો નથી. તેથી જ તે રસ્તાઓ પર બેફામ થઈને આ રીતે ગાડી ચલાવે છે. હાલ તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં છઠ્ઠા માળે સારવાર હેઠળ હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી તથ્ય પટેલ અને તેના પિતા અનેક જમીન કૌભાંડમાં સામેલ હોવાનું પણ ખુલ્યું છે.