ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત દિનપ્રતિદિન વૈશ્વિક ફલક પર કોઈકને કોઈક પ્રોજેક્ટ અને કાર્યક્રમના આયોજનો થકી ચમકતુ રહે છે. આ વખતે ગુજરાત મેડિકલ ક્ષેત્રે યોજાનાર મહાકુંભમાં ચમકવા જઈ રહ્યું છે. WHO દ્વારા વર્લ્ડ લેવલ પર પહેલીવાર આવો સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું ગુજરાતમાં આયોજન થશે. જેના ઉપક્રમે રાજ્યના જામનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ આર્યુવેદા અટિરા ખાતે યોજાઈ હતી. જેમાં આગામી સમિટ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર આ અંગેની તમામ તૈયારીઓ કરી રહ્યું છે. ગુજરાત સરકાર પણ તેમાં કેન્દ્રની ગાઈડલાઈન્સને ફોલો કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમિટ સંદર્ભે ડબલ્યુએચઓ દ્વારા આખા વિશ્વમાંથી પસંદ કરાયેલાં નિષ્ણાતોની બનેલી પેનલ બનાવવામાં આવી છે. જેમાં અમેરિકાથી ડો.સુઝાન, ભારતના પ્રોફેસર ભૂષણ પરવર્ધન, યુનાઈટેડ નેશન્સ ડો.ઓબી.થાઈલેન્ડના. ડો.અંચેલી, બ્રાઝીના ડો.રિકાર્ડો, ઈરાનના ડો.રોશનક, મલેશિયાના ડો ગોહ ચેન્ગ, સાઉથ આફ્રિકાના ડો.માતસબીશ, જર્મનીના ડો.જ્યોર્જ સેફર, ન્યુઝીલેન્ડના ડો.સાયોન, ચીનના ડો ચુનયુનો સમાવેશ થાય છે.


નોંધનીય છે કે, WHO દ્વારા વિશ્વમાં સૌ આ સમિટ ટ્રેડિશનલ મેડિસિનના સમિટ" 17 અને 18 ઓગસ્ટ 2023ના શિક્ષન્નવિદો, ખાનગી ક્ષેત્ર, સામાજિક રોજ મહાત્મા મંદિર ગાંધીનગર, ગુજરાત, સંસ્થાઓ, રાષ્ટ્રીયનીતિ નિર્માતાઓ, મંત્રીસ્તરની બેઠકની સાથે સાથે વિશ્વની પ્રાચિનતમ પરંપરાગત પદ્ધતિ એટલે આયુર્વેદ અને એ ઉપરાંત બીજી 140થી વધુ પ્રકારની ટ્રેડિશનલ મેડિસનની પદ્ધતિઓ પર રાજકીય પ્રતિબદ્ધતા અને એવિડન્સ બેઝડ કાર્યવાહી માટે યોજવામાં આવી રહી છે. જે વિશ્વભરના કરોડો લોકો માટે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂરિયાતોને સંબોધવા માટેનું પ્રથમ સિમાચિન્હ બની રહેશે.ગ્લોબલ સમિટનું આયોજન ડબલ્યુએચઓ અને ભારત સરકાર જે 2023માં જી20નું પ્રમુખપદ ધરાવે છે તેના દ્વારા સહભાગીદારીથી કરવામાં આવશે.