ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘણીવાર કહેવાતા સભ્ય સમાજમાં એવા એવા કિસ્સાઓ જોવા કે સાંભળવા કે જાણવા મળતા હોય જે જેનાથી સંબંધોની પરિભાષા જ બદલાઈ જાય છે. સંબંધોને આવા કિસ્સાઓ લાંછન લગાવે છે. કંઈક આવો જ કિસ્સો અમદાવાદની ફેમિલી કોર્ટમાં પણ સામે આવ્યો. જેમાં એક સાવકી માતાએ પુત્રો પાસેથી ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. સાથે જ પુત્ર તેમની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની પણ ફરિયાદ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિના મૃત્યુ બાદ પત્નીએ સાવકા પુત્રો પાસે વીસ વર્ષે માસિક રૂ.૫૦ હજાર ભરણપોષણ માગતી કરેલી અરજી ફેમિલી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, સાવકી માતા પુત્રો પાસે ભરણ પોષણ માગવા માટે હક્કદાર નથી. તેથી ભરણ પોષણ આપી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, અરજીમાં સાવકી માતાએ પુત્ર પુખ્ત થયા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પાલડી વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષિય ડોલીબેન (ઓળખ છુપાવવા તમામ પાત્રોના નામ બદલ્યા છે)એ તેમના મુંબઇ રહેતા બે સાવકા પુત્રો રોહન અને સોહન પાસે રૂ.૫૦ હજાર ભરણપોષણ માગતી અરજી ૨૧ વર્ષે ફેમિલી કોર્ટમાં કરી હતી.


જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું મારી પુત્રી સાથે નિઃસહાય જીવન વિતાવી રહી છું. પહેલાં પતિ સાથે ૧૦ ડિસે. ૧૯૮૦ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દીકરીનો જન્મ થયો હતો. જે હાલ ૩૭ વર્ષની છે ૧૯૮૫માં પહેલાં પતિના અવસાન થયું હતું ત્યારબાદ ૧૯૯૨માં રોહન અને સોહનના પિતા સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. બન્ને પુત્રો તરફે એડવોકેટે એવી રજૂઆત કરી હતી કે, ભરણપોષણ માટે કરેલી અરજી ટકવાપાત્ર જ નથી. આવી કોઇ જોગવાઇ નથી કે સાવકા સંતાન ભરણપોષણ આપે. 


કોર્ટમાં એડવોકેટે એવી પણ રજૂઆત કરી છેકે, માતાએ સાવકા સંતાનો સામે કરેલા આક્ષેપ પાયાવિહોણા અને ખોટા છે. અરજદારને(માતા)ને સાવકા પુત્રો સાથે લોહીનો સંબંધ નથી તેથી તેઓ. ભરણપોષણ ચુકવવા બંધાયેલ નથી. અરજદારે માતા તરીકેની કોઇ જ ભૂમિકા નીભાવી નથી. તે તો બે દાયકાથી અલગ રહેતી હતી અને હવે પિતાના મૃત્યુ બાદ હેરાન કરવા માટે આવી અરજી કરી છે.