Yuvrajsinh Jadeja: ગુજરાતમાં વિદ્યાર્થી નેતાની છબી ધરાવતા AAPના યુવરાજસિંહ જાડેજાને (Yuvrajsinh Jadeja) ભાવનગર કોર્ટમાંથી જામીન મળ્યા છે. જાડેજા ભાવનગર ડમીકાંડમાં (Bhavnagar dummy candidate case) ઝડપાયા હતા. જાડેજા પર ડમી કૌભાંડમાં કેટલાક ઉમેદવારોના નામ છુપાવવા માટે એક કરોડ રૂપિયા લેવાનો આરોપ હતો. જેથી ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. આ સમગ્ર કેસમાં યુવરાજસિંહ જાડેજાને ત્રણ મહિના બાદ જામીન મળ્યા છે. કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે આખરે સત્યની જ જીત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કરોડ લેવાનો આરોપ-
ગુજરાતમાં પેપર કૌભાંડનો પર્દાફાશ કરીને વિદ્યાર્થી નેતા તરીકે ઉભરેલા યુવરાજસિંહ જાડેજાને (Yuvrajsinh Jadeja)ત્રણ મહિના બાદ જામીન મળ્યા છે. હવે જાડેજા કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ બહાર આવી શકશે. જાડેજાએ તાજેતરમાં કોર્ટમાં હાજર થવાના પ્રસંગે કહ્યું હતું કે ડમી કેસમાં (Bhavnagar dummy candidate case) હજુ ઘણું બધું આવવાનું બાકી છે. ભાવનગર ડમી કૌભાંડ યુવરાજસિંહ જાડેજાએ ખોલ્યું હતું. અગાઉ તેમણે નકલી પીએસઆઈની ટ્રેનિંગ લેવાના કિસ્સાનો પર્દાફાશ કર્યો હતો. ડમી બનાવમાં યુવરાજસિંહ જાડેજા પર તેના એક નજીકના મિત્ર દ્વારા રૂપિયા લેવાનો આરોપ લગાવતાં ભાવનગરની એસઓજી દ્વારા જાડેજાની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરીને જેલ હવાલે કરાયા હતા.


કોર્ટે શરતી જામીન આપ્યા- 
ભાવનગર કોર્ટમાંથી જામીન મળતા યુવરાજસિંહ જાડેજાના (Yuvrajsinh Jadeja)સમર્થકો પણ ખુશ છે, પરંતુ કોર્ટે યુવરાજસિંહ જાડેજાને (Yuvrajsinh Jadeja) જામીન આપતાં એક શરત ઉમેરી છે. યુવરાજ સિંહ ગુજરાત છોડી શકશે નહીં. આ સાથે પાસપોર્ટ પણ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. યુવરાજ સિંહની ભાવનગર SOG દ્વારા 21 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી જાડેજા જેલમાં હતા. આ સમગ્ર મામલાની તપાસમાં ભાવનગર એસઓજીએ જાડેજાના સાળાના ઘરેથી રોકડની રિકવરી પણ દર્શાવી હતી.