Gujarat Police Recruitment Rules: શું તમે પણ ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં અધિકારી તરીકે ભરતી થવા માંગો છો? શું તમે પણ પોલીસ સબ ઈન્સપેક્ટર બનીને ગુજરાતના ગૃહ વિભાગમાં કામ કરવાની તૈયારી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે સૌથી અગત્યના બની શકે છે. કારણકે, ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ભરતી અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે ઘણાં લાંબા સમયથી સંશોધન ચાલી રહ્યું છે. લાંબા સંશોધન અને નિષ્ણાતોના મત મેળવ્યા બાદ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઈન્સપેક્ટર એટલેકે, PSI ની ભરતી અંગે નવા નિયમોની જાહેરાત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PSIની ભરતીના નિયમો બદલાશે, દોડમાંથી દૂર કરાશે માર્કિંગ સિસ્ટમઃ
સૌથી પહેલાં તો પોલીસની કોઈપણ ભરતી આવે એટલે મોટાભાગના ઉમેદવારો એમ જ સમજે છેકે, સૌથી વધારે દોડતા હોય એ જલદી પાસ થઈ જાય. પરણ હકીકત તેના કરતા જુદી જ છે. તેમાં દોડ ઉપરાંત પણ ઘણાં પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ફેરફાર છે બદલાવ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. PSIની પરીક્ષામાં એલઆરડીની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવશે. માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવશે. તેમજ ફિઝિકલ પરીક્ષા લેવામાં તો આવશે પણ તે માત્ર ક્વોલિફાઇંગ પરીક્ષા જ હશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે વર્ષ 2021માં PSIની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી.


PSIની ભરતીમાં લેખિત પરીક્ષામાં પણ ફેરફાર થશેઃ
જો તમે પીએસઆઈ બનવા માટે સૌથી પહેલાં તમારે પોતોના જાત પર ભરોસો રાખવો પડશે. આત્મવિશ્વાસ વધારવો પડશે. પીએસઆઈની ભરતી માટે ની લેખિત પરીક્ષામાં પણ ધરખમ ફેરફાર આવશે. જેમાં 400 માર્કને બદલે 300 માર્કની પરીક્ષા જ લેવામાં આવશે. આ પરીક્ષામાં 200 ઓબ્જેક્ટિવ અને 100 માર્કની ડિસ્ક્રીપ્ટીવ(કોઈ એક સબ્જેક્ટ આપે અને તેના પર વિસ્તાર પૂર્વક જવાબ લખવાનો રહેશે) પરીક્ષા યોજાશે. પોલીસની ભરતી પ્રક્રિયામાં આ મોટાફેરફાર અંગે ગુજરાત સરકાર દ્વારા આગામી 10 થી 12 દિવસની અંઅંઆ અંગે સરકાર આગામી 10 દિવસમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.


LRD ભરતીના નિયમોમાં પણ આ પહેલાં કરાયો છે બદલાવઃ
ગત 7 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા હતા, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. એમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. એને બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં..પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.



આવા હશે વિષયો અને આ રીતે થશે ગુણની ફાળવણીઃ


પાર્ટ-A
વિષય                ગુણ
રિઝનિંગ અને ડેટા ઈન્ટરપ્રિટેશન        30
ક્વોન્ટીટેટિવ એપ્ટિટ્યુડ            30
કોમ્પ્રિહેન્સન ઈન ગુજરાતી લેંગ્વેજ        30
કુલ                80


પાર્ટ-B
વિષય                ગુણ
કોન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા            30
કરન્ટ અફેર્સ, સાયન્સ-ટેકનોલોજી, જનરલ નોલેજ    40
હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, જીયોગ્રાફિ ઓફ ગુજરાત-ભારત    50
કુલ                120


પાર્ટ-A + પાર્ટ-B = કુલ 200 ગુણ


MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે-
અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. એને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે. જેમાં 1 વર્ષનો કોર્સ કર્યો હોય તો 3 વધારાના ગુણ, બે વર્ષ વાળાને 5 વધારાના ગુણ, 3 વર્ષ વાળાને 8 વધારાના ગુણ જ્યારે 4 વર્ષથી વધુ સમયગાળાનો કોર્સ કરનારને કુલ 10 વધારાના ગુણ આપવામાં આવશે.