ચેતન પટેલ, સુરતઃ બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ બદલાઈ છે. હવે પહેલાંની જેમ કોઈને ઓળખમાં કોની સાથે પરિચય કેળવવા તમારે લાંબી રાહ નથી જોવી પડતી. દુનિયાના કોણ પણ ખૂણે બેઠાં બેઠાં ફેસબુક અને ઈસ્ટગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી વાતચીત કરી શકાય છે. દોસ્તી કરી શકાય છે. જોકે, આના જેટલાં ફાયદા છે એટલાં નુકસાન પણ છે. અત્યારે સોશિયલ મીડિયાની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણકે, સુરતના એક સોના ચાંદીના વેપારી જોડે દોસ્તીના નામે મોટી છેતરપિડી થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીને નવાઈ લાગશે પણ રાજકોટના PSI સુરતમાં એક વેપારી પાસે પૈસા પડાવતા હતા. પીએસઆઈ હરદેવસિંહ રાયઝાદાએ સુરતમાં એક સોના-ચાંદીના વેપારી પાસે પૈસા પડાવ્યા હોવાનું સામે આવતો પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાને પગલે પોલીસની છબી પણ ખરડાઈ છે. પોલીસ પરથી આવી ઘટનાઓને કારણે લોકોને ભરોસો ઉઠી જાય છે.


આ ઘટનામાં આંગડિયા અને બાતમીદારના નામે 2.25 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. સુરતના જ્વેલર્સ માલિકને ઈન્સ્ટાગ્રામ પર PSI સાથેની મિત્રતા ભારે પડી ગઈ છે. વાત જાણ એમ બની હતીકે, સુરતના એક દાગીનાના વેપારીની સોશિયલ મીડિયા પર સુરતના એક પીએસઆઈ સાથે દોસ્તી થઈ. પીએસઆઈએ હું સુરત આવ્યો છું કહીને જ્વેલર્સના માલિકને અડાજણની હોટલમાં બોલાવ્યા હતા. 1 કલાકની મુલાકાતમાં પોતે પ્રતિષ્ઠિત અને વગદાર હોવાનું કહી ધાક જમાવી હતી. આ મામલો સામે આવતા હાલ જ્વેલર્સે રાંદેર પોલીસ સ્ટેશનમાં PSI સામે ફરિયાદ કરી છે.