અતુલ તિવારી, અમદાવાદઃ ઈજનેરી અને ડિગ્રી કોર્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખુબ મહત્ત્વના છે. આજથી ગુજકેટ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ ભરી શકશે. 20 જાન્યુઆરી સુધી ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાના રહેશે. વેબસાઈટ www.gseb.org અને gujcet.gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ગુજકેટ એક્ઝામ રજીસ્ટ્રેશન 2023માં જઈ વિદ્યાર્થીઓએ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, ગુજકેટની પરીક્ષા ફી પેટે 350 રૂપિયા ઓનલાઇન ભરવાના રહેશે. ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી તેમજ ડિપ્લોમા ફાર્મસીમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગુજકેટ પરીક્ષા. ધોરણ 12 સાયન્સ A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષાઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે.


આ વખતે અગાઉ કરતા વધુ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષામાં નોંધાશે. કોરોનાને કારણે અગાઉ માસ પ્રમોશન આપવામાં આવ્યું હોવાથી આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ગુજકેટની પરીક્ષા લેવાશે. પરીક્ષાના પરિણામનાં આધારે વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જીનીયરીંગ, ડિપ્લોમા તેમજ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ ફાળવવામાં આવશે.