ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો મહિનો પુરો થતા-થતા શું થશે દશા
Gujarat Weather Report: ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. નાતાલ સુધીમાં આવશે હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થઈ શકે છે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. હવામાન વિભાગ શું કહે છે જાણો વિગતવાર...
Gujarat Weather Report: ગુજરાતના વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. ક્યારેક ઠંડી તો ક્યારેક ભરશિયાળે ઉનાળાની ગરમી જેવો અહેસાસ થઈ રહ્યો છે. આ સ્થિતિની વચ્ચે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું છેકે, હાલ વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે. લેટેસ્ટ વેધર રિપોર્ટ અનુસાર હાલ ડ્રાય એટમોસ્ફિયર છે. આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ સાવ સુકુ રહેશે. થોડા દિવસો પહેલાં ઠંડીને કારણે જે નમી, જે ભેજ જે ઠંડક વાતાવરણમાં હતી એ વાતાવરણ આગામી પાંચ દિવસ સુધી જોવા નહીં મળે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યુંકે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. જોકે તેમ છતાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં બદલાતા વેધરને કારણે વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં બે તાપમાન યથાવત રહેશે. બે દિવસ બાદ એકથી બે ડિગ્રી તાપમાન વધશે. ચાર દિવસ બાદ તાપમાનમાં આવી શકે જે ઘટાડો. હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 ડિગ્રી, ગાંધીનગરમાં 16 અને અમદાવાદમાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લોકોને મહિનાના અંતમાં ખરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે.
ગઈકાલે ક્યાં કેટલું તાપમાન હતુંઃ
ગઈકાલે અમદાવાદમાં 17.4 ડિગ્રી, વડોદરામાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં 21.8, રાજકોટ 16.6 તેમજ દ્વારકા 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભૂજની વાત કરીએ તો જ્યાં 15.8, ડિસામાં 14.6, વેરાવળમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.