ધારાસભ્યના નિવેદનથી હડકંપ! `સરકાર મારી એક શરત માને તો હું ભાજપમાં આવવા તૈયાર`
હાલ ગુજરાતમાં સૌથી વધારે કોઈ વાતની ચર્ચા હોય તો એ છે ભાજપના ઓપરેશન લોટસની. લોકસભાની ચૂંટણી પહેલાં અન્ય પક્ષના ધારાસભ્યો કેમ ભાજપ તરફ આકર્ષાઈ રહ્યાં છે એ મુદ્દો પણ ચર્ચામાં છે. સાથે જ એક ધારાસભ્યએ એવું નિવેદન આપ્યું છેકે, હાલ એ મુદ્દે કોણ-કોણ પક્ષ પલટો કરશે તેની ચર્ચા ઉભી થઈ છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો એક બાદ એક ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આ સ્થિતિની વચ્ચે એક ધારાસભ્યના નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. ધારાસભ્યએ એવું નિવેદન આપ્યું છેકે, જો ગુજરાત સરકાર મારી એક શરત માને તો હું ભાજપમાં આવવા તૈયાર છું. આપના ધારાસભ્યએ પક્ષપલટા માટે પોતાની ખાસ શરત રાખી છે.
ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપને રામરામ કર્યા છે ત્યારે હજુ આપમાંથી કેટલી વિકેટ ખરે છે તે અંગે રાજકીય અટકળો વહેતી થઇ છે. દરમિયાન, આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પક્ષપલટા માટે તૈયારી દર્શાવી કહ્યુંકે, જો સરકાર ગુજરાતના ખેડૂતોનું દેવુ માફ કરે તો હું ભાજપમાં આવવા તૈયાર છું. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સામે ચાલીને CMને રજૂઆત કરી છેકે, મારી સામે આવક-સંપત્તિની તપાસ કેમ કરાતી નથી.... "
આપના ધારાસભ્ય હેમંત ખવાએ પણ પક્ષપલટો કરવાની અફવાને નકારી કહ્યુંકે, જેલમાં જઈશું પણ રાજીનામું નહી આપીએ. મતદારોનો વિશ્વાસ અકબંધ રાખીશું. આતરિક વિધાનસભા દંડક અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ! એવો આક્ષેપ કર્યો કે, ગુજરાતમાં ભાજપ ડરની રાજનીતિ કરી રહી છે. મારી અને મારા પરિવારની રેકી થઇ રહી છે. ભાજપ ગમે તેટલાં હથકંડા અજમાવે પણ હું આપમાં જ રહીશ. હું જ નહીં, આપના બધાય ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર છીએ, પણ ગુજરાતના ખેડૂતોનુ સરકાર દેવું માફ કરે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર બંધ કરે અને દિલ્હીની જેમ શાળા-કોલેજોમાં ટોપનુ શિક્ષણ આપવામાં આવે.
દરમિયાન, ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી હતીકે, મે (! આવક-સંપતિની તપાસ કરવા મારી સામે એસીબીની તપાસ કરવા માંગ કરી હતી. આ વાતને આજે પંદરેક દિવસ વિત્યા છે. હજુ સુધી સરકારે મારી વિરૂદ્ધ તપાસ સોંપી નથી. સરકારને મારી આવક- સંપતિની તપાસ કરવામાં કેમ રસ નથી? કા આ ઉપરાંત અન્ય ધારાસભ્ય, આઇએએસ-આઈપીએસની પણ આવક- સંપતિની તપાસ કરવી જોઈએ. ધારાસભ્ય મકવાણા ગુરૂવારે પોતાની આવક-સંપતિની વિગતો સાથે એફિડેવિટ જાહેર કરશે. જે બોટાદના મતદાર સહિત ન કોઈપણ વ્યક્તિ જોઈ શકશે.