ગુજરાતની ધરતીના પેટાળમાં કંઈક તો થઈ રહ્યું છે! જાણો ચોમાસા બાદ કેમ આવ્યાં 9 મોટા ભૂકંપ
વર્ષ 2023ની શરૂઆતના દસ મહિનામાં માત્ર 3 જ નોંધપાત્ર કંપન નોંધાયા હતાં. જમીનમાં વધુ ઊંડાઈએથી પાણી કાઢવું ઘાતક બની શકે છે. તેની અહીં આપવામાં આવેલી માહિતી દરેકે જાણવા જેવી છે. ધરતીના પેટાળમાં શરૂ થયેલી સંભવિત નવી એક્ટિવિટીની ચારે ધીરે ધીરે દેખાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસા બાદ માત્ર બે માસમાં ભૂકંપના 9 મોટા આંચકા..
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ધરતીકંપ બાદ વારંવાર નાના મોટા આંચકાથી ધરતી ધ્રુજતી રહે છે. આ સ્થિતિ વચ્ચે બહાર આવતી એક વિગત અનુસાર ચોમાસાના સમય બાદ ભૂકંપના આંચકાની સંખ્યામાં વધારો થયો હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં ભૂકંપના આંચકા માટે આઠેક ફોલ્ટ લાઈન જવાબદાર છે. જેમાંથી પાંચ કચ્છમાં છે. જ્યારે બે દક્ષિણ ગુજરાતમાં છે. કચ્છની ફોલ્ટ લાઈનની અસર ઉત્તર ગુજરાત સુધી પહોંચે છે અને દક્ષિણ ગુજરાતની બે મોટી કોલ્ટ લાઈનની અસર સૌરાષ્ટ્રમાં ભાવનગર અને જુનાગઢના તાલાળા સુધી થાય છે.
ઉલ્લએખનીય છેકે, વર્ષ ૨૦૨૩માં શરૂઆતના દસ કુલ મહિનામાં માત્ર ૩ મોટા કંપન નોંધાયા છે. તેની છે. તેની સામે હત્ય ચોમાસા બાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં ૯ મોટા આંચકા ઝ આવી ગયા છે! આ બાબત સ્પષ્ટ કરે છે કે ધરતીના પેટાળમાં કંઈક નવું ચાલી રહ્યું છે. ગુજરાત અને ખાસ કરીને કચ્છના ભૂસ્તર પર જીણવટભરી નજર રાખનાર એક જાણીતા નિષ્ણાતનું કહેવું છેકે, ભૂકંપના નાના આંચકા આવવા જરૂરી છે. ગુજરાતમાં ઘણી ફોલ્ટલાઈન છે. પેટાળમાં સતત એક્ટિવિટી ચાલતી હોય છે. નાના આંચકાઓ મારફત જમીનમાં એકત્ર થયેલો તનાવ બહાર નિકળી જાય છે. આ તનાવ બહાર ન નિકળે તો - વધુ તીવ્રતાનો મોટો ભૂકંપ આવી શકે છે.
ગુજરાતમાં ભૂકંપની મહત્ત્વની ફોલ્ટલાઈનઃ
નર્મદા સોન ફોલ્ટલાઈન
વેસ્ટ કેમ્બે બેઝીન ફોલ્ટલાઈન
ઈસ્ટ કેમ્બે બેઝીન ફોલ્ટલાઈન
સાઉથ વાગડ ફોલ્ટલાઈન
કચ્છ મેઈન ફોલ્ટલાઈન
કટરોલ હિલ ફોલ્ટલાઈન
આઈલેન્ડ બેલ્ટ ફોલ્ટલાઈન
અલાહબંધ ફોલ્ટલાઈન
અમુક વિસ્તારમાં ચોમાસાની અસર હોઈ શકે છે : આઈએસઆરના વૈજ્ઞાનિક
ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના વૈજ્ઞાનિક જણાવે છે કે, અમુક વિસ્તારમાં આવું હોઈ શકે છે. મીટાભાગનું વરસાદી પાણી જમીનમાં ઉપરના સ્વરમાં રહે છે. પરિણામે હાઈ ઈડ્રોલિક પ્રેશરના કારણે નાના-મોટા આફ્ટરશોક આવી શકે છે. છે. જૂનાગઢ અને વલસાડ પંથકમાં આવા કંપન નોંધાય છે. જમીનમાં બે-ત્રણ કિમી જેટલું ઉડાઈએ હોલ તૈયા અધિકામાં વરસાદી પાણીની song. MNI વરસાદી પાણી જમીનના આઠલા અરમાં જ હોય છે. -1 કચ્છમાં આવતા લગભગ આંચકાનું કેન્દ્રબિંદુ ૧૫થી ૨૦ કિમીની ઉડાઈએ છે. આ આંચકા મેઈન ફોલ્ટ લાઈનની એક્ટિવિટીના કારણે આવે છે.