Gujarat Weather Latest Forecast: આગાહી મુજબ, કોસ્ટ પર ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યાં પવનની ગતિ 15થી 20 પ્રતિકલાક રહેવાની શક્યતા છે. કોસ્ટ ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પવનની દિશા ઉત્તર ઉત્તર પૂર્વની રહેશે. આ કારણે ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી એ વાત તો સાચી છે. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના કયા ભાગોમાં થશે વરસાદ?
હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે. હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો ક્યાંક છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે. ત્રણથી પાંચ માર્ચ દરમિયન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે. જ્યારે વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે પવનની ગતિ અચાનક તેજ થઈ શકે છે. જેની અસર ગુજરાતના કેટલાંક ભાગોમાં જોવા મળશે.


શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે. આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે. ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 20થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે. 


વાતાવરણમાં પલટોઃ
ગુજરાતના વાતાવરણમાં આજથી મોટો પલટો આવવાનો છે. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને ફરીથી ધમરોળશે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21થી લઇને 26 ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. આ કડકડતી ઠંડી નહીં હોય સામાન્ય ઠંડી હશે. આમાં પણ મિક્સ ઋતુ તો જોવા મળશે જ. રાત્રિના સમયે ખૂબ ઠંડીનો અહેસાસ થશે. જ્યારે દિવસનું તાપમાન નોર્મલ કરતાં એક-બે ડિગ્રી વધુ રહેશે.


હજુ ઠંડી ગઈ નથી!
રાજ્યના વાતાવરણમાં આજથી પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે. ચાર દિવસ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા 3 દિવસથી ગરમીનો અનુભવ થતો હતો. પરંતુ હવે ફરી લોકોએ ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. 


ક્યાં કરાઈ વરસાદની આગાહી?
હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટનાજ ણાવ્યાં મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે. જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે. 


ગુજરાત સહિત આ રાજ્યોમાં દેખાશે અસરઃ
હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવા મળશે. જેના લીધે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં  લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ ઉ.ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે.   


ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતથી આવતા પવન લોકોને ઠુઠવશે. શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે. જોકે, આ મિશ્ર ઋતુ લોકોને બીમાર પાડી રહ્યું છે. લગભગ ગુજરાતના દરેક શહેરોમાં લોકો વાયરલ ઈન્ફેક્શન અને શરદીની તકલીફથી ઝઝૂમી રહ્યાં છે.